ઝડપની મજા મોતની સજા
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા મુરુભાઈ લખુભાઈ ચૌહાણ નામના 42 વર્ષના યુવાન શનિવારે તેમના જી.જે. 37 આર 6696 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા – પોરબંદર હાઈવે પર કુરંગા બ્રિજ પાસેથી પસાર થતી વખતે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા મુરુભાઈ ચૌહાણએ પોતાના મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા તેઓ હાઈવે રોડની સાઈડમાં લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ રામદેભાઈ લખુભાઈ ચૌહાણ (ઉ.વ. 40, રહે. ભોગાત) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક બાઈક ચાલક મુરુભાઈ લખુભાઈ ચૌહાણ સામે બીએનએસ અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોટ પરથી દરિયામાં પડી ગયેલા માછીમાર વૃધ્ધનું મૃત્યુ
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગામના રહીશ ધીરુભાઈ સોમાભાઈ ટંડેલ નામના 65 વર્ષના માછીમાર વૃધ્ધ શુક્રવારે રાત્રિના સમયે ઓખામાં આર.કે. બંદર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બોટ પરથી કોઈ કારણોસર દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ અજયકુમાર હરિશ્ચંદ્ર ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો
ંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ખીમાભાઈ કછટીયા નામના 63 વર્ષના વૃદ્ધને શનિવારે છાતીમાં દુખાવો ઉપાડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે. આ અંગેની જાણ મૃતકના પુત્ર હિતેશભાઈ કછટીયાએ અહીંની પોલીસને કરી છે.
