ઉધોગ કમિશનની ખાસ ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર- ભાવનગર તથા સીઈડી દ્વારા બૌદ્ધિક સંપદા અધિકાર વિષય અંતર્ગત માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના માનદ્ ખજાનચી નીલેશભાઈ નાણાવટીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે ઈંક્ષયિંહહયભિીંફહ ઙજ્ઞિાયિિું છશલવતિં (ઈંઙછ) એ શોધકર્તાઓને એવી કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે જેનાથી નવીનતા અને સર્જનાત્મકતા સુરક્ષિત રહી શકે અને તેના શોધક કે સર્જનને તેનો પૂરતો આર્થિક લાભ મળી રહે. તેઓએ ઉદ્યોગ સાહસિકોને આ સેમીનારમાંથી મળનાર માહિતીનો પુરતો લાભ લઇ વ્યવહારમાં તેનું અમલીકરણ કરવા અનુરોધ કરેલ. આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહાયક કમિશ્નર એચ. આર. ગોઠીએ ઈંઙછના અમલીકરણમાં સરકાર તરફથી મળતી સહાયનો લાભ લઇ આગળ વધવા અનુરોધ કરેલ. આ સેમીનારમાં નિષ્ણાંત વક્તા તરીકે ઈઅ પુનિતભાઈ ડાખરાએ વિષયને અનુરૂપ મનનીય વક્તવ્ય આપતા જણાવેલ કે ઈંઙછ અધિકાર મનનું અમૂર્ત સર્જન છે જે તમારી બ્રાન્ડ અને શોધને કાયદેસર રીતે રક્ષણ પૂરું પાડે છે. તેઓએ ઈંઙછ ના મુખ્ય પ્રકારો જેવા કે ટ્રેડમાર્ક (તમે કોણ છો), કોપીરાઇટ (સર્જનાત્મક અભિવ્યક્તિ), પેટન્ટ (કાર્યાત્મક શોધ), ઔદ્યોગિક ડિઝાઇન (ઉત્પાદનનો દેખાવ) અને ભૌગોલિક સંકેત (ૠઈં) અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
