નોકરીના પ્રશ્ર્ને ડખ્ખો થયો હતો
કેશોદના જુના ગામતળ વિસ્તારમાં રહેતાં એક પરિવારના ઘરમાં નજીવી બાબતે બે શખ્સોએ ઘરમાં ઘુસી, ગાળો આપી, મહિલાની ગરદન પકડી અને દિકરીના વાળ પકડી, આડેધડ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં, જુના ગામતળ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જો કે, પોલીસે આ મામલે પોલીસે ગુન્હો નોંધી, ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા.
કેશોદમાં રીઝોન ટ્રેડર્સ નામની કેશોદના જવાહર ચોક પાસે રહેતાં ફરિયાદી મીનાબેન પ્રવિણભાઇ રૂપારેલીયા (ઉ.વ.47) નો દિકરો હર્ષ નોકરી કરવા લાગતાં, અગાઉ નોકરી કરતા આરોપી શાહબાઝ ફારૂકભાઇ શેખને નોકરીમાંથી છુટો કરી દેતાં તેનું મનદુખ રાખી, આ કામના આરોપીઓ શાહબાઝ ફારૂકભાઇ શેખ તથા રફીક નામનો શખ્સ ફરીયાદી મહિલાના રહેણાંક મકાનમાં જઈ, ગાળો બોલી, મહિલાની ગરદન પકડી તથા તેની દિકરીના વાળ પકડી, શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં ગભરાઈ ગયેલ ઇજા ગ્રસ્ત માં – દિકરી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થતાં કેશોદ શહેરના જુના ગામતળ વિસ્તારમાં બનેલી ઘટના થી સરકારી દવાખાને આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા હતાં. દરમિયાન કેશોદ પોલીસ દ્વારા ભોગ બનનાર માતાનું નિવેદન લઈને શાહબાઝ ફારૂકભાઈ શેખ અને રફીક નામના યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર એમ ડી. મકવાણા એ તપાસ આદરી આરોપી બંને શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
