માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું: 181ની ટીમ અને મહિલા પોલીસ બની તારણહાર
પોરબંદરમાં માનસિક રીતે અસ્વસ્થ બનેલી મહિલા આત્મહત્યા કરવા માટે દરિયા કિનારે જતી હતી ત્યારે તેને અભયમ અને મહિલા પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી હતી.
પોરબંદર સિટી વિસ્તાર ની એક માનસિક અસ્વસ્થ મહિલા ઘરે થી નિકળી ગયેલા હોય અને દરિયામાં આત્મહત્યા કરવા જતા જાગૃત નાગરિક દ્રારા મહિલાની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ ની મદદ લેતા મહિલાને મહિલા પોલીસ સ્ટેશન લઈ આવેલા જયાં મહિલા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર રાઠોડ અને 181 અભયમ ટીમ દ્રારા મહિલાને આશ્વાસન આપી કાઉન્સેલિંગ કરેલ તેમનુ નામ, સરનામું મેળવી મહિલાના ઘરે ગયેલા ત્યાં મહિલાના માતાપિતા સાથે વાત-ચીત કરતા જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણ ત્રણેક કલાકથી ઘરે કોઈને કહયા વગર નિકળી ગયેલ હતા. 181 ટીમ અને મહિલા પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દ્રારા મહિલાના માતા -પિતાને મહિલાની સાળસંભાળ અને યોગ્ય સારવાર કરાવવા જણાવી મહિલાને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપી સોંપી 181 ટીમ ના કાઉન્સેલર- મીરા માવદિયા કોન્સ્ટેબલ- સેજલ બેન પંપાળીયહ પાયલોટ- દાનાભાઈ કટારાપ્રશંસનીય કામગીરી રોકાયેલ હતા.
