આદિત્યાણામાં બુટલેગરની ગેરહાજરીમાં પોલીસે દારૂની ભઠ્ઠી પકડી

લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી: 800 લીટર આથા સહિત મુદ્ામાલ રેઢો મળી આવ્યો: જિલ્લામાં મહિલાઓ સહિત 22 શખ્સો પાસેથી હજારો રૂપિયાનો દેશી દારૂ મળ્યો

આદિત્યાણામાં બુટલેગરની ગેરહાજરીમાં પોલીસે દારૂની ભઠ્ઠી પકડી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી અને 800 લીટર આથા સહિત મુદ્ામાલ રેઢો મળી આવ્યો હતો. તે ઉપરાંત જિલ્લામાં મહિલાઓ સહિત 22 શખ્શો પાસેથી હજારો રૂપિયાનો દેશી દારૂ મળ્યો હતો.
એલ.સી.બી.નો દરોડો
ડી.જી.પી. ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તા. 10-9-26થી તા. 25-9-2026 સુધી સ્પેશ્યલ પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ, જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકતના આધારે, આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાં અમરા પોલાભાઇ ગુરગુટીયાના કબ્જા હવાલાવાળા વાડામાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢેલ જેમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર 800 કિ.રૂા. 20,000 તથા આથાની વાસવાળા 200-200 લીટરના પ્લાસ્ટિક બેરલ નંગ -4 કિં. રૂા. 1600 તથા ખાલી 200 લીટરનું પતરાનું બોઇલર બેરલ નંગ -1 કિ. રૂા. 400, તથા ખાલી 200લીટરનું પતરાનું ફીલ્ટર બેરલ નંગ-1 કિં. રૂા. 400 તથા પતરાના 15-15 લીટરના ખાલી ડબ્બા નંગ 5 કિ. રૂા. 25 તથા 50 લીટરનો પ્લાસ્ટિકનો કેરબો નંગ 1 કિ. રૂા. 100 તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ -1 કિ. રૂા. 1000 મળી કુલ રૂા. 23,525નો મુદ્ામાલ મળી આવતા હાજર નહી મળેલ આરોપી અમરા પોલાભાઇ ગુરગુટીયા વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર. કે.કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, હીમાંશુભાઇ મકકા ઉપેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
22 જગ્યાએ દેશી દારૂ થયો કબ્જે
ખાગેશ્રીના પાટીયા પાસે રહેતા કાના હાજા મુસારની ગેરહાજરીમાં તેના વાડામાંથી 3400 રૂા.નો દારૂ કબ્જે થયો છે. મોરાણાની શાંતિબેન વશરામ ધુતની ગેરહાજરીમાં 3400 રૂા.નો દારૂ ભરેલુ બાચકુ તેના ફળિયામાંથી મળ્યુ છે. બખરલાના હેમંત એભા મારૂની ગેરહાજરીમાં તેના ફળિયામાંથી 2400 રૂા દારૂ ભરેલી થેલી કબ્જે થઇ છે. સુભાષનગરના દીવાળીબેન વરજાંગ ચામડીયાની ગેરહાજરીમાં 1200 રૂા.નો દારૂ મળ્યો હતો. બીલેશ્ર્વરના ભીમા કારા મુછારને 1000 રૂા.ના દારૂ સાથે, ઉપલાગંડીયાવાળા નેશના મેરુ ઉર્ફે મેરા બાવા મોરીને 3000 રૂા.ના દારૂ સાથે, બોખીરાના નિલેષ અરજન બોખીરીયાને 3000 રૂા.ના દારૂ સાથે, પુતીબેન ભોજા મોઢવાડીયાને 1600 રૂા.ના દારૂ સાથે મળી આવતા કાર્યવાહી કરી હતી. ઇન્દિરા નગરની દક્ષા જેન્તી રાઠોડની ગેરહાજરીમાં 1000 રૂા.નો દારૂ મળ્યો હતો. ખારવાવાડના નરેન્દ્ર ગીગા ગોહેલ અને પંચહાટડીના ભીખુ પ્રેમજી મસાણીને 200-200 રૂા.ના દારૂ સાથે પકડી લીધા હતા. ખારવાવાડના ચંદ્રેશ ઉર્ફે ચંદુ નારણ ગિરનારીને 1000 રૂા.ના દારૂ સાથે, બંદરરોડ પર પીરવાળી શેરીમાં રહેતા દીપક સામજી પાંજરીને 200 રૂા.ના દારૂ સાથે, હાથી કેમિકલ પાસે રહેતા પપ્પુ અરવિંદ ઝાલાને 200 રૂા.ના દારૂ સાથે, કડીયાપ્લોટ શેરી નં. 1ની રમાબેન કારા પરમારને 2800 રૂા.ના દારૂ સાથે, આદિત્યાણાના પરબત જગા ગુરગુટીયાને 3400 રૂા.ના દારૂ સાથે, બારવાણનેશના જીણા ઉર્ફે પવન નાજા કોડીયાતરને 2800 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. રાણાવાવના સંદિપ સુરેશ સોલંકીની ગેરહાજરીમાં 3000નો દારૂ, ગુરુકુળના ગેટ પાસે રહેતી રતનબેન વિનોદ ઝાલાની ગેરહાજરીમાં 2400નો દારૂ, બગવદરના રામદે હરિ પરમારની ગેરહાજરીમાં 2400નો દારૂ કબ્જે થયો છે. જાવરની કાંતા ઉર્ફે મધુ મુળજી મોતીવરસની ગેરહાજરીમાં 1000 રૂા.નો દારૂ મળ્યો હતો. સુભાષનગરના સેવક ઉર્ફે ફેંકુ રામજી ચામડીયાને 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ