ક્રાઇમ બ્રાન્ચ, SOG, EOW, તથા પેરોલ ફર્લો સ્ક્વોડમાં નિમણુંક
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ એક સાથે 19 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને હવે ફરી બાકી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે જેનો લીથો તૈયાર છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 9 સપ્ટેમ્બરના રોજ 17 ઙજઈંની આંતરિક બદલી કરવામાં આવી હતી.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 19 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મીઓને ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ, ઊઘઠ, તથા પેરોલ ફર્લો સ્ક્વોડમાં બદલી કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 8 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 226 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી.આ પછી 4 ઓગસ્ટના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી. જ્યારે 10 ઓગસ્ટે વધુ 42 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને આજે અલગ અલગ 2 લીથામાં 19 કર્મીઓની બદલી કરવામાં આવી છે.
