પદ્મિનીબા વાળા સહિત ચાર સામે ફરજ રૂકાવટનો ગૂનો દાખલ થતા ખળભળાટ
રાજકોટ આમ આદમી પાર્ટીના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસની ફરજમાં રૂૂકાવટનો ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે. જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલથી રેલનગર તરફ જતા રસ્તે વાહનો રોકી ટ્રાફિક જામ કરવા તથા પોલીસની કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા અંગે તેમજ મહિલા પી.આઈ સાથે માથાકૂટ કરતા ફરજ રૂૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા પીઆઈ સરોજબેન મુળજીભાઈ સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાંઢિયા પુલ ઉતરતા રેલનગર અંડરબ્રિજ તરફના રસ્તે પોલીસ કોન્સ્ટેબલ નિર્મળભાઈ નારણભાઈ તથા પાંચ ટીઆરબી જવાનો ફરજ પર હતા. રાત્રિના આશરે 9.45 વાગ્યા આસપાસ ચાર અજાણ્યા ઇસમો પોતાના ટુ-વ્હીલર રોડ વચ્ચે રાખી બેરિકેટ ખોલાવવાની માંગ સાથે વાહનો રોકી રહ્યા હતા. પોલીસે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ માન્યા નહોતા. આ દરમિયાન આપના નેતા પદ્મિનીબા વાળા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સાંઢિયા પુલ તરફથી આવતા વાહનોને આગળ જતાં અટકાવી ટ્રાફિક જામ કર્યો હતો. મહિલા પીઆઈ સરોજબેને તેમને કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ન કરવા અને રસ્તો ખુલ્લો કરવા સમજાવ્યા ત્યારે પદ્મિનીબાએ નસ્ત્રઅમે રેલનગરમાં રહીએ છીએ અને હેરાન થઈએ છીએ, બેરિકેટ ખોલી નાખોસ્ત્રસ્ત્ર કહી બોલાચાલી કરી હતી. તેમણે પોલીસને નસ્ત્રમને હાથ અડાડવો નહીં, હું અહીંથી હટવાની નથીસ્ત્રસ્ત્ર તેમ કહી રોડ પરથી ખસવાનો ઇનકાર કર્યો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ હર્ષાબા ગઢવી સહીતની ટીમે આવીને ટોળાને ત્યાંથી દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ પદ્મિનીબા અને તેની સાથેના ચાર શખ્સોએ ગાંધીગ્રામ પોલીસ ટીમ સાથે પણ બોલાચાલી કરી હતી, અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, અગાઉ તા. 16-09-2026ના રોજ પણ આ સ્થળે આવી જ રીતે બેરિકેટ ખોલવા બાબતે ટ્રાફિક જામ થયો હોવાનું રોડ-રસ્તાની સ્થિતિ અંગેની ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
