લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠકમાં… લેન્ડ ગ્રેબીંગના 30 માંથી 7 કેસમાં સમાધાન : રર કેસોને ડ્રોપ કરાયા


એક પણ અરજીમાં ગુનો દાખલ નહી થાય

શનિવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ અંગેના કુલ 30 કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા અંતર્ગત કુલ 30 કેસોમાંથી કોઈ પણ કેસમાં નવો ગુનો (ફરિયાદ) નોંધવામાં આવ્યો નથી. પ્રાપ્ત વિગતો મુજબ, આ કેસોમાંથી 7 કેસમાં બંને પક્ષે સમાધાન થયું છે, જ્યારે 1 કેસ આગામી કાર્યવાહી માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિયમો અને પુરાવાઓને આધારે 22 જેટલા કેસોને ડ્રોપ (રદ) કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જમીન બાબતના વિવાદોના નિકાલ માટે આ બેઠકમાં કડક અને પારદર્શક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ