સીંગતેલના ભાવમાં રૂ.20 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો વધારો થયો છે. અન્ય ખાદ્યતેલમાં તેલોમાં ભાવ સ્થિર રહ્યા હતા. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં આવક ઘટતાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 8,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 29,500, જી 10 33,500, જી20 33,500 અને ટીજે 37 32,500 ઉપર જણાતા હતા. સિંગખોળ રૂ.40,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સીંગતેલના ભાવમાં રૂ.20 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો વધારો થયો છે. અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2935- 2985, 13 કિગ્રા લેબલ ટીન 2665- 3035, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2605 – 2665, 13 કિગ્રા નવા ટીન 2145- 2405 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2340 – 2380, પામોલિન તેલ રૂ. 2315 – 2320, કોપરેલ 3950 – 4000, દિવેલ 2640 – 2670, કોર્ન 2290 – 2310, મસ્ટર્ડ ઓઇલ 2630 – 2730 અને સન ફલાવરના ભાવ 2565 – 2595 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે. દિવેલના ભાવ 1600 – 1610 ઉપર નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં 550 થી 600 ગુણી આવક હતી જેના ભાવ 1540 થી 1571 રહ્યા હતા. ગુજરાતમાં 18,000 થી 20,000 ગુણી આવક હતી જેના ભાવ 1590 થી 1615 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1630, કડી 1615, કંડલા 1600 – 1605, શાપુરના ભાવ 1620 – 1625 અને ગિરનારના ભાવ 1620 – 1625 ઉપર જોવા મળ્યા છે.
