ઢાંકા: લઘુમતીઓ સામેની હિંસા અને કટરવાદીઓના વધતા ખ્યાલ વચ્ચે ભારતના પાડોશી બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં 17 વર્ષ બાદ સ્વદેશ પરત ફરેલા 60 વર્ષીય તારીક રહેમાનના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ 299 બેઠકો પર યોજાયેલ મતદાનમાં 212 બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને સતા હાંસલ કરી છે. પોતાના માતા અને પુર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાના નિધન પુર્વે જ લંડનથી 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચવાની તારીક અહેમદ હવે દેશના નવા વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત થયુ છે. તેઓએ જો બેઠકો પર ચુંટણી લડી હતી અને બન્ને જીતી ગયા છે તો કટ્ટરવાદી જમાત એ ઈસ્લામી પક્ષને 70 બેઠકો પર વિજય મેળવ્યો છે. સાત પક્ષોના ગઠબંધન સાથે જમત-એ-ઈસ્લામી પક્ષે શફીર ઉલ રહેમાનના નેતૃત્વ હેઠળ ચુંટણી લડી હતી. જયારે બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામનું નેતૃત્વ કરનાર અવામી લીગના વડા તથા પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષને ચુંટણી લડવા પર જ પ્રતિબંધ મુકાયો હતો. બાંગ્લાદેશને બે શક્તિશાળી મહિલાઓના 35 વર્ષના શાસન બાદ પ્રથમ વખત કોઈ પુરૂષ વડાપ્રધાન શાસનનું નેતૃત્વ સંભાળશે. ભારત વિરોધી વલણ ધરાવતા બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નવા વડાપ્રધાન તરીકે હવે દેશનું નેતૃત્વ કરનાર તારીક રહેમાનના આગમનથી ભારતને માટે કેવું વલણ અપનાવે છે તેના પર નજર રહેશે. બાંગ્લાદેશી સંસદની 350 બેઠક પર 299 પર મતદાન યોજાયુ હતું તેનું બેઠક પર કોઈ કારણોસર ચુંટણી યોજાઈ નથી. જયારે 50 બેઠકો પર પક્ષને મળેલા પક્ષોની ટકાવારી (વોટ-શેર)ના આધારે મહિલા સભ્યોની સાંસદ તરીકે નિયુક્તિ થશે. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના વડા શ્રી તારીક રહેમાન આગામી એક-બે દિવસમાં જ વડાપ્રધાન તરીકે શપથ લેશે. બાંગ્લાદેશના પુર્વ લશ્કરી શાસક જનરલ ઝીયા ઉલ રહેમાન તથા પુર્વ વડાપ્રધાન સ્વ.ખાલીદા ઝીયાના પુત્ર તારીક રહેમાન ગત 25 જાન્યુઆરીએ જ બ્રિટનથી સ્વદેશ પરત આવ્યા હતા અને તેના વડાપ્રધાનના પાંચ જ દિવસમાં માતા ખાલીદા ઝીયાનું નિધન થતા તેઓએ બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીનું સુકાન સંભાળ્યું હતું.
શાનદાર જીત પર તારીક રહેમાનને અભિનંદન આપતા મોદી
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચુંટણીમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના વિજય પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ પક્ષના કાર્યકારી અધ્યક્ષ અને વડાપ્રધાન બની શકતા તારીક રહેમાનને અભિનંદન આવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું કે ભારત હંમેશા લોકતાંત્રીક, પ્રગતિશીલ બાંગ્લાદેશનું સમર્થન કરે છે. બાંગ્લાદેશના લોકોએ તમારા નેતૃત્વમાં ભરોસો દાખવ્યો છે અને ભારત તથા બાંગ્લાદેશના સંબંધો તારીક રહેમાનના નેતૃત્વની સરકાર સાથે વધુ મજબૂત બનશે તથા બન્ને દેશો વિકાસના લક્ષ્યોને આગળ વધારવા માટે ઉત્સુક છે તેનો લાભ મળશે.
