હોર્મુઝમાં અમેરિકા એકલુ પડ્યુ,યુધ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની અપીલને પ્રતિભાવ ન મળ્યો

મિડલ ઇસ્ટમાં સીઝફાયર અંગે ચર્ચા માટે ઇરાન-અમેરિકાનો ઇન્કાર

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રૂથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને ૪-૫ દૃેશો હોર્મુઝ સ્ટ્રેટ પર યુદ્ધ જહાજો મોકલશે તેવી બડાશ મારી હતી. પણ હવે ટ્રમ્પની આશાઓ પર પાણી ફરતું દૃેખાઈ રહૃાું છે. ટ્રમ્પની આ અપીલ બાદૃ વિશ્ર્વના શક્તિશાળી દૃેશોએ સાવચેતીભર્યા પ્રતિભાવો આપ્યા છે.
ટ્રમ્પે ૧૪ માર્ચના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહૃાું કે, ’અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દૃક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દૃેશો પણ આ વિસ્તારમાં પોતાના જંગી યુદ્ધ જહાજો મોકલશે’. ત્યારબાદૃ હોર્મુઝ સ્ટ્રેટ કોઈ ખતરો નહીં રહે.’ જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી, સુરક્ષિત અને મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત રાખશે.બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ’અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ તેમ, આ ક્ષેત્રમાં શિિંપગની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે અમે અમારા સાથી દૃેશો અને ભાગીદૃારો સાથે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહૃાા છીએ.’ મહત્વનું છે કે બ્રિટને હાલમાં કોઈ સીધો નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ સહયોગની તૈયારી દૃર્શાવી છે.
ચીન: શાંતિની અપીલ અને જવાબદૃારીનું ભાન
વોિંશગ્ટન સ્થિત ચીની દૃૂતાવાસના પ્રવક્તાએ ઝ્રદ્ગદ્ગ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીન તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરે છે. ટ્રમ્પની વિનંતી સ્વીકારવા અંગે ચીને સ્પષ્ટતા કરી નથી, પરંતુ એટલું ચોક્કસ કહૃાું કે ઊર્જા પુરવઠો અવરોધ વિના જળવાઈ રહે તે તમામ પક્ષોની જવાબદૃારી છે. ચીને આ મુદ્દે સંબંધિત પક્ષો સાથે સંવાદૃ ચાલુ રાખવાની વાત પણ કરી છે.
અમેરિકાના સૌથી નજીકના સાથી ગણાતા જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદૃન આવ્યું નથી. જોકે, વિદૃેશ મંત્રાલયના એક અધિકારીએ કડક શબ્દૃોમાં કહૃાું કે, ’જાપાન માત્ર ટ્રમ્પના કહેવા પર તાત્કાલિક યુદ્ધ જહાજો નહીં મોકલે. જાપાન પોતાની પ્રતિક્રિયા જાતે નક્કી કરે છે અને સ્વતંત્ર નિર્ણય લેવો તે પાયાની બાબત છે.’
ફ્રાન્સ સરકારે કોઈ સત્તાવાર નિવેદૃન આપ્યું નથી, પરંતુ ટ્રમ્પની પોસ્ટના થોડા જ કલાકોમાં ફ્રાન્સના વિદૃેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એવી અફવાઓનું ખંડન કર્યું હતું કે તેઓ જહાજો મોકલી રહૃાા છે.
સીઝફાયર અંગે ચર્ચાની શક્યતાઓ પર પણ ઈરાન અને અમેરિકા બંનેએ સ્પષ્ટ ઇનકાર કરી દૃીધો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં િંચતા વધી ગઈ છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે બંને દૃેશો વચ્ચે વધતી રાજનૈતિક અને સૈન્ય તણાવની સ્થિતિ નજીકના સમયમાં વધુ ગંભીર બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ