ત્રણ દિવસમાં ફરી ઇરાન પર અમેરિકાનો હુમલો

યુધ્ધવિરામ માટેના ઇરાનના પ્રસ્તાવથી વ્હાઇટ હાઉસ સંતુષ્ટ નથી

વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે સમજુતીના વારંવાર બદલાઈ રહેલા દ્રશ્યો વચ્ચે હવે ખાડીક્ષેત્રમાં ફરી બન્ને દેશો વચ્ચેની અથડામણ શરૂ થઈ ગઈ છે. અમેરિકી સેનાએ ફરી એક વખત ઈરાન પર મધરાતે હુમલો કરીને તેના લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા તથા ચાર ઈરાની ડ્રોન પણ તોડી પાડયા હતા તો બીજી તરફ ઈરાને દાવા કર્યા છે કે હોર્મુઝ જળમાર્ગ પસાર કરવા પ્રયાસ કરી રહેલા ચાર જહાજોને ડ્રોન હુમલાની ચેતવણી આપી તેને પરત જવા ફરજ પાડી છે. ઈરાન-અમેરિકા હોર્મુઝ જળમાર્ગ ખોલવા અને અમેરિકી સેના આ ક્ષેત્રમાંથી પરત ખેંચી લેવાશે તેમાં એક સપ્તાહમાં પરીસ્થિતિ સાધારણ થઈ જશે. જો કે તે વચ્ચે કાલે ફરી બન્ને દેશોના સેનાએ એક બીજા સામે કાર્યવાહી શરુ કરી છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે. ઈરાનના બંદર અબ્બાસ જયાંથી હોર્મુઝ જળમાર્ગ પર હુમલો કરવામાં આવી રહ્યો છે તે ક્ષેત્ર પર અમેરિકાએ હુમલો કર્યો હતો અને અહીથી ડ્રોન હુમલા અટકાવવા પ્રયાસ થયા હતા. આ અગાઉ વ્હાઈટ હાઉસે અહેવાલોમાં ફરતા સમજુતીના અહેવાલોને બનાવટી ગણાવીને ઈરાન આ સમજુતીમાં ગંભીર નહી હોવાનો આદેશ મુકયો હતો તથા હવે ગલ્ફના બીજા દેશ પોતાને પણ અમેરિકાએ ધમકી આપી ‘ઉડાવી’ દેવાની ચેતવણી સાથે ઈરાનને સાથ નહી આપવા ચેતવણી આપી
હતી.
ઈરાને પણ હોર્મુઝ જળમાર્ગ પર તેનો અંકુશ છે તેવો દાવો કરતા જાહેર કર્યુ કે જળમાર્ગ પસાર કરવા પ્રયત્ન કરી રહેલા ચાર જહાજોને પરત ફરવા ફરજ પડી છે. આ જહાજોએ ઈરાની નૌકાદળને સહયોગ નહી આપતા તેઓને પરત જવા ફરજ પાડી છે. હોર્મુઝ પર ઈરાન ડ્રોનથી સતત નજર રાખી રહ્યું છે તથા આ જહાજોને જો તે પરત નહી જાય તો ફાયરીંગની ચેતવણી આપવામાં આવી હતી.
આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ પસાર થવાની કોશીશ કરતા એક અમેરિકી ટેન્કરને પણ પરત ફરવા ફરજ પાડી હતી. આ જહાજ તેની રડાર- કોમ્યુનીકેશન સીસ્ટમ બંધ કરી જળમાર્ગ પસાર કરવા જતુ હતું.

મિત્ર રાષ્ટ્ર ઓમાનન્ો અમેરિકી પ્રમુખની ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જૂના સાથી એવા ઓમાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર કોઈ એક દેશનું નિયંત્રણ ચલાવી લેવામાં આવશે નહીં, પછી ભલે તે ઓમાન કેમ ન હોય!
ઈરાન અને ઓમાન વચ્ચે એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી સંયુક્તપણે ’ટોલ’ ઉઘરાવવાની વાત હતી. આ માર્ગ વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત મહત્વનો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ અહેવાલોને માત્ર ’ખોટા’ અને અસ્વીકાર્ય ઠેરવ્યા છે.

મિડલ ઈસ્ટ બાદૃ કેરેબિયન સાગરમાં યુદ્ધના એંધાણ!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદૃેશ પર પેન્ટાગોને ક્યુબા પર સંભવિત લશ્કરી હુમલો કરવા માટેની તમામ સૈન્ય તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારને પછાડવા માટેના તમામ આર્થિક અને રાજકીય દૃબાણો નિષ્ફળ ગયા બાદૃ, હવે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ ટાપુ દૃેશ પર આક્રમણ કરવાની દિૃશામાં વિચારણા શરૂ કરી છે. આ માટે અમેરિકન નેવીએ મિડલ ઈસ્ટ બહાર સમગ્ર વિશ્ર્વમાં પોતાનું સૌથી મોટું સૈન્ય પ્રદૃર્શન ક્યુબાની આસપાસ ગોઠવી દૃીધું છે. જેથી આદૃેશ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
પોલિટિકોના રિપોર્ટ અનુસાર, અમેરિકા અહીં વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદૃુરોની ધરપકડ જેવું જ ઓપરેશન હાથ ધરીને હવાનાની ટોચની નેતાગીરીની ધરપકડ(કબ્જો) કરી શકે છે અથવા શ્રેણીબદ્ધ ચોક્કસ ગાઇડેડ મિસાઇલ હુમલા કરી શકે છે. જો આમ થશે, તો ટ્રમ્પ પ્રશાસનનો આ ત્રીજો મોટો આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષ હશે.

રિલેટેડ ન્યૂઝ