ઈરાન સાથેની સમજુતીમાં ઈઝરાયેલ વિલન બનતુ હોવાનો અમેરિકી પ્રમુખને શક પાગલ થઈ ગયા છો! નેતન્યાહુને ઝાટકી નાખતા ટ્રમ્પ; બધા તમને કેમ ધિકકારે છે?

ઈઝરાયેલે ફરી લેબેનાન પર હુમલો કરતા ટ્રમ્પ તાડુકયા: હું ન હોત તો તમે જેલમાં હોત! ગાળ દઈ દીધી

વોશિંગ્ટન: અમેરિકા-ઈરાન વચ્ચેની સમજુતીમાં વારંવાર જે રીતે છેલ્લી ઘડીએ કોઈ વિધ્ન સર્જાય છે અને તુટી પડે છે તેમાં હાલમાંજ જે રીતે ઈઝરાયેલ અચાનક જ લેબનાનમાં સેના ઘુસાડીને હીઝબુલ્લા પર હુમલા કર્યા તેની ઈરાને યુદ્ધ વિરામનો ભંગ ગણાવ્યો હતો અને અમેરિકા સાથેની વાટાઘાટો સ્થગીત કરી પછી ઈઝરાયેલ તથા તેના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુ પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ભડકયા છે અને નેતાનયાહુ સાથેની ટેલિફોનીક વાતચીતમાં ઈઝરાયેલ વડાપ્રધાન માટે ‘એફ’ શબ્દનો ઉપયોગ કરી આકરા શબ્દોમાં નેતાનયાહુને ‘પાગલ’ તથા કૃતઘ્ન (અહેસાન ફરામોસ) ગણાવ્યા હતા. બૈરત પર ઈઝરાયેલના હુમલાને અટકાવી દેશે તેવી પણ ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે દરેક વ્યક્તિ તને ધિકકારે છે. જો ‘તુ’ મારી સાથે ન હોત તો જેલમાં હોત…. ટ્રમ્પને એવું લાગ્યું છે કે સ્વરક્ષણના બહાને ઈઝરાયેલ યુદ્ધ ભડકાવી રહ્યું છે. જેના કારણે ઈરાન સાથેની સમજુતી તુટી રહી છે. ટ્રમ્પે આ ઉપરાંત લેબનાનમાં જે રીતે નાગરિકો પર હુમલા થયા છે અને મોત થયા તેના પર ચિંતા દર્શાવી હતી.
જો કે બાદમાં ઈઝરાયેલે દાવો કર્યો છે તે બૈરત પર હુમલાના કોઈ ઈરાદો ધરાવતો નથી. નેતાનયાહુએ બચાવમાં કહ્યું કે તેઓ સ્વરક્ષણમાં આ હુમલા કરે છે પણ ટ્રમ્પનો ગુસ્સો શમ્યો ન હતો.
તેઓએ કહ્યું કે આજ કારણે બધા ઈઝરાયેલને ધિકકારે છે. હું મારી સાથે છું એટલે તુ બચી રહ્યો છે. બાકી જેલમાં હોત… ટ્રમ્પે નેતાનયાહુની એક પણ દલીલ સાંભળવાનો ઈન્કાર કરતા ઈઝરાયેલને પીછેહઠ કરવી પડી હતી.

રિલેટેડ ન્યૂઝ