સુપરપાવર અમેરિકાના જોબ માર્કેટમાંથી આર્થિક જગતને િંચતામાં મૂકી દૃે તેવા સમાચાર સામે આવ્યા છે. જૂન ૨૦૨૬ દૃરમિયાન અમેરિકામાં રોજગારીની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે અને આખા મહિનામાં માત્ર ૫૭ હજાર નવી નોકરીઓ જ ઉમેરાઈ છે, જે બજારની અપેક્ષાઓ કરતાં ઘણી ઓછી છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ અને કડક ટ્રેડ પોલિસીઓના કારણે કંપનીઓમાં અનિશ્ર્ચિતતા વધી છે, જેના કારણે નવી હાયિંરગ (ભરતી) પર બ્રેક લાગી ગઈ છે.
અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટના તાજા ડેટા અનુસાર, જૂન મહિનાનો આ આંકડો મે મહિનાની સરખામણીએ અડધાથી પણ ઓછો છે. જો કે, સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં બેરોજગારીનો દૃર ૪.૩% થી ઘટીને ૪.૨% થયો છે, પરંતુ આ ઘટાડો હકારાત્મક નથી. નિષ્ણાતોના મતે, લાંબા સમયથી નોકરી ન મળવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ હવે રોજગારની શોધ કરવાનું જ બંધ કરી દૃીધું છે. અમેરિકન નિયમો મુજબ જે વ્યક્તિ સક્રિયપણે નોકરી નથી શોધતી, તેને સત્તાવાર બેરોજગારોની ગણતરીમાં લેવાતી નથી, જેથી આ દૃર નીચો દૃેખાઈ રહૃાો છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકામાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (કામ કરતા અથવા નોકરી શોધતા લોકોનો ગુણોત્તર) ઘટીને ૬૧.૫ ટકા થઈ ગયો છે, જે છેલ્લા પાંચ વર્ષની સૌથી નીચલી સપાટી છે. આ ઉપરાંત ૨૫થી ૫૪ વર્ષની વયના સક્રિય કર્મચારીઓની ભાગીદૃારી પણ ઘટીને ૮૩.૩ ટકા પર પહોંચી ગઈ છે. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકાના શ્રમ બજારમાંથી લોકો સક્રિય રીતે બહાર નીકળી રહૃાા છે, જે આર્થિક મંદૃી તરફ ઈશારો કરે છે.
એક તરફ જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કારણે કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચિંરગ સેક્ટરમાં થોડી નવી નોકરીઓ આવી છે, તો બીજી તરફ ટેક સેક્ટરમાં હાહાકાર યથાવત છે. મેટા અને માઇક્રોસોટ જેવી દિૃગ્ગજ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોટું રોકાણ કરી રહી છે અને તેનો ખર્ચ સરભર કરવા કર્મચારીઓની છટણી કરી રહી છે.
આ નબળા જોબ ડેટાને કારણે હવે અમેરિકાની સેન્ટ્રલ બેંક ’ફેડરલ રિઝર્વ’ પર વ્યાજ દૃરો ઘટાડવા માટે ભારે દૃબાણ વધશે. વિપક્ષી પક્ષો પણ આ સ્થિતિ માટે ટ્રમ્પની આર્થિક રણનીતિ પર આકરા પ્રહારો કરી રહૃાા છે.
