રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવા માટે હવે વૈશ્ર્વિક સ્તરે અત્યાર સુધીના સૌથી મોટા શાંતિ પ્રયાસો શરૂ થયા હોય તેવા સંકેતો મળી રહૃાા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિન વચ્ચે ટેલિફોન પર આશરે ૯૦ મિનિટ (૮૫ મિનિટ) સુધી અત્યંત મહત્વપૂર્ણ અને રચનાત્મક વાતચીત થઈ છે. આ હાઈ-પ્રોફાઈલ વાતચીત માત્ર એક ઔપચારિકતા નહોતી, પરંતુ તેમાં બંને દૃેશો વચ્ચેના દ્વિપક્ષય સંબંધો અને યુક્રેન સંકટના કાયમી ઉકેલ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે બંને વૈશ્ર્વિક નેતાઓ વચ્ચે આ ચોથી વાતચીત છે, જે દૃર્શાવે છે કે બંને દૃેશો હવે વણસેલી પરિસ્થિતિને સુધારવા માટે ગંભીર છે.
વાતચીત દૃરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પન્ો રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના ૨૫૦મા સ્થાપના દિૃવસ એટલે કે સ્વાતંત્ર્ય દિૃવસની ઓનલાઈન શુભેચ્છાઓ પાઠવી હતી. આ સૌહાર્દૃપૂર્ણ વાતાવરણ વચ્ચે ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો ઝડપથી અંત લાવવા અને આ સળગતી સમસ્યાના સમાધાન માટે મધ્યસ્થ તરીકે મદૃદૃ કરવાની સત્તાવાર ઓફર કરી છે. રશિયાના રાષ્ટ્રપતિના વરિષ્ઠ સહયોગી અને ક્રેમલિનના અધિકારી યુરી ઉશાકોવે મીડિયાને આ અંગેની સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વાતચીત ખૂબ જ સકારાત્મક અને કામ પર કેન્દ્રિત રહી હતી.
