ઈસરો ભગવાન મહાકાલના નામે સેટેલાઈટ લોન્ચ કરશે

પ્રથમવાર મહાકાલના નામ પર સેટેલાઇટ અવકાશમાં છોડાશે જે સફળ રહેશે એવો પૂજારીઓનો વિશ્ર્વાસ

ઉજૈન, તા.૨૫
૧૨ જ્યોતિર્લિંગોમાંના એક એવા ભગવાન મહાકાલેશ્ર્વરને ત્રણેય લોકના સ્વામી માનવામાં આવે છે. તેમને પાતાળ, પૃથ્વી અને આકાશમાં પ્રથમ અને સર્વ પૂજનીય દૃેવતા પણ કહેવામાં આવે છે. હવે ત્રણેય લોકના અધિપતિ ભગવાન મહાકાલના નામે એક સેટેલાઇટ પણ લોન્ચ થવા જઈ રહૃાો છે. ઈસરોચીફે ઉજ્જૈનમાં દૃર્શન બાદૃ આપી આ વાતની જાણકારી આપી હતી.

ઈસરોના ચીફ એસ. સોમનાથ ગઈકાલે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યા અને ભગવાન મહાકાલના આશીર્વાદૃ લીધા હતા. મહાકાલેશ્ર્વર મંદિૃરના પૂજારી રમણ ત્રિવેદૃીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સોમનાથ શ્રીધર ભગવાન મહાકાલના આશીર્વાદૃ લેવાનું આયોજન કરી રહૃાા હતા. તેમને મંદિૃરની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પંડિત ત્રિવેદૃીએ જણાવ્યું હતું કે ઈસરોના ચીફે એસ. સોમનાથે તેમને વચન આપ્યું છે કે તેઓ મહાકાલ નામનો સેટેલાઈટ પણ લોન્ચ કરશે.
ભગવાન મહાકાલના દૃેશ-વિદૃેશમાં કરોડો શિવભક્તો છે. હવે ભગવાન મહાકાલના નામ પર સેટેલાઇટ લોન્ચ કરવાથી તેની ખ્યાતિમાં વધુ વધારો થશે. સામાન્ય રીતે સેટેલાઇટનું નામ ભગવાનના નામ પર રાખવામાં આવતું નથી પરંતુ મહાકાલેશ્ર્વર મંદિૃર સમિતિના પંડિતો અને પૂજારીઓ ભારતીય અંતરિક્ષ કેન્દ્રના આ નિર્ણયને આવકારી રહૃાા છે. પંડિત અને પૂજારીઓનો દૃાવો છે કે ભગવાન મહાકાલના નામે જે પણ સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવશે તે સફળતાપૂર્વક તેનું કાર્ય પૂર્ણ કરશે. અત્યાર સુધી પેસેન્જર બસો, ટ્રેનો અને સંસ્થાઓનું નામ ભગવાન મહાકાલના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે જ્યારે ભગવાન મહાકાલના નામ પર સેટેલાઇટ પણ અવકાશમાં છોડવામાં આવશે. ભગવાન મહાકાલને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે. ભગવાન મહાકાલની ઘોષણા કરવાથી બધી સમસ્યાઓ દૃૂર થાય છે. આ જ કારણ છે કે મધ્યપ્રદૃેશ સહિત દૃેશના ઘણા સ્થળોએ પણ ભગવાન મહાકાલના નામ પર સ્થાપના કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ