હોટેલ-રેસ્ટોરન્ટને કોલસો, કેરોસીન, બાયોગેસ ઇંધણોના ઉપયોગની છૂટ

દેશમાં એલપીજી સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય

વધારાનું ૪૮૦૦૦ કિલોલીટર કેરોસીન ફાળવાયુ

પશ્ર્ચિમ એશિયાના સંઘર્ષને કારણે દૃેશમાં રાંધણ ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસની અછતને પહોંચી વળવા અને ઘરેલું ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોલસો, કેરોસીન અને બાયોમાસ જેવા વૈકલ્પિક ઇંધણોના ઉપયોગને મંજૂરી આપી દૃીધી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદૃીપ િંસહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ન્ઁય્ પરનું દૃબાણ ઘટાડવા માટે આ પગલાં લેવાયા છે. પર્યાવરણ મંત્રાલયે રાજ્ય પ્રદૃૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના આપી છે કે, એક મહિના સુધી હૉસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં બાયોમાસ, ઇડ્ઢહ્લ પેલેટ્સ, કેરોસીન અને કોલસાનો ઉપયોગ કરવા દૃેવામાં આવે. કોલ ઇન્ડિયા અને િંસગરેણી કોલિયરીઝને નાના અને મધ્યમ ગ્રાહકોને વધુ પ્રમાણમાં કોલસો ફાળવવા આદૃેશ અપાયો છે. સરકાર દ્વારા રાજ્યોને વધારાનું ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, ત્રિમાસિક ફાળવણી ઉપરાંત કેન્દ્રએ રાજ્ય સરકારોને વિતરણ માટે વધારાનું ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન આપ્યું છે. કોલસા મંત્રાલયે પણ કોલ ઇન્ડિયાને નાના અને મધ્યમ ગ્રાહકો માટે વધુ માત્રામાં કોલસો ફાળવવા સૂચના આપી છે.

રિલેટેડ ન્યૂઝ