પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી

પંજાબ સરકારના શક્તિશાળી મંત્રી સંજીવ અરોરાના ઘરે આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દૃરોડા પાડ્યા છે. મની લોન્ડિંરગ અને જમીન કૌભાંડના આરોપો હેઠળ થઈ રહેલી આ કાર્યવાહીને કારણે પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે સવારે લુધિયાણામાં મંત્રી સંજીવ અરોરાના આવાસને ઈડ્ઢની ટીમે ચારે બાજુથી સીલ કરી દૃીધું હતું. ઘરની બહાર કેન્દ્રીય સુરક્ષા દૃળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈને પણ અંદૃર કે બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. અરોરાના ઘર ઉપરાંત તેમના અન્ય વ્યાપારીક ઠેકાણાઓ પર પણ તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દૃરોડા ’હેમ્પટન હોમ્સ’ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીનમાં થયેલી ગેરરીતિઓ અંગે છે. આરોપ છે કે જે જમીન સરકાર દ્વારા ઉદ્યોગ બનાવવા માટે આપવામાં આવી હતી, ત્યાં કોલોની બનાવી દૃેવામાં આવી છે.
આ ઉપરાંત વિદૃેશી લેવડદૃેવડમાં થયેલી કથિત અનિયમિતતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ