ભારતમાં ડાબેરીઓનો છેલ્લો ગઢ પણ ધારાશાયી દક્ષિણમાં કોંગ્રેસનો ઉદય: પાંચ કારણોએ ડાબેરી શાસન પર હારનો હથોડો વીંઝી દીધો

કોંગ્રેસે 140માંથી 99 નવા ચહેરા ઉતારતા દાવ ‘ગેમ ચેન્જર’ બન્યો

દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશદ્વાર સમાન કેરલમ ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ મુજબ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી જ્યારે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના નેતૃત્વ હેઠળના સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને મોટો આંચકો લાગ્યો છે. આ વખતે ચૂંટણીમાં પરંપરાગત મુદ્દાઓ કરતા વ્યૂહાત્મક ફેરફારો અને વૈશ્વિક સંકટોએ મતદારોના મન બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ઞઉઋ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં લેવામાં આવેલ સાહસિક નિર્ણય રહ્યો છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો પોતાના પ્રસ્થાપિત નેતાઓને ફરી તક આપતા હોય છે, પરંતુ કોંગ્રેસે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) ને ખાળવા માટે માસ્ટરસ્ટ્રોક રમ્યો.
ગઠબંધને 140 માંથી 99 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. માત્ર 27 વર્તમાન ધારાસભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે 14 બેઠકો પર ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. આ ઉપરાંત, 85 એવા ઉમેદવારો કે જેઓ અગાઉની ચૂંટણી હારી ગયા હતા, તેમને પણ પડતા મૂકવામાં આવ્યા હતા. આ ફ્રેશ ફેસ વ્યૂહરચનાને કારણે મતદારોમાં એવો સંદેશ ગયો કે ગઠબંધન નવી ઉર્જા સાથે પરિવર્તન લાવવા માંગે છે.
કેરલની સત્તા મેળવવા માટે દરિયાકાંઠાની અંદાજે 40 બેઠકો નિર્ણાયક હતી.અહીં લગભગ 10 લાખ માછીમાર મતદારો છે. જેઓ કોઈપણ પક્ષની રમત બગાડી કે બનાવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ ધોવાણ અને આજીવિકાના સંકટને લઈને માછીમાર સમુદાયમાં ભારે અસંતોષ હતો.
કેરલના અર્થતંત્ર અને રાજકારણમાં અખાતી દેશોમાં વસતા મલયાલીઓનો મોટો ફાળો છે. રાજ્યમાં લગભગ 2.42 લાખ નોંધાયેલા પ્રવાસી મતદારો છે.
સામાન્ય રીતે ચૂંટણી સમયે આ મતદારો ખાસ મતદાન કરવા વતન આવતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ વિપરીત રહી.

રિલેટેડ ન્યૂઝ