દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અટકળો હતી પરંતુ હવે ચૂંટણીના પરિણામો આવી ગયા પછી પણ સરકારે વધુ એક વખત બાહેંધરી આપી છે કે, પેટ્રોલીયમ ચીજોમાં ભાવવધારાનો કોઇ પ્રસ્તાવ નથી. મધ્ય પૂર્વના સંકટ વચ્ચે પણ સપ્લાય જાળવી રાખવામાં આવી રહી છે અને દેશમાં પર્યાપ્ત સ્ટોક છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ એક આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન દેશવાસીઓને ખાતરી આપી હતી કે મધ્ય પૂર્વની સ્થિતિ ગમે તે હોય, દેશમાં ઘરેલુ કઙૠ અને ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને અવિરત રહેશે. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે રિટેલ આઉટલેટ્સ પર કઙૠ ની કોઈ અછત નથી અને પુરવઠો સામાન્ય છે.એક રસપ્રદ બાબત એ સામે આવી છે કે રાંધણ ગેસ માટેના ઓનલાઈન બુકિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
