ભાજપનું રાષ્ટ્રીય પ્રમુખપદ સંભાળતા જ ટફ રાજયોને અમીત શાહે ‘માર્ક’ કરી લીધા હતા
નવી દિૃલ્હી: મતગણના શરૂ થશે તા.૪ મેના સવારે ૮ વાગ્યે, પ્રથમ રાઉન્ડ ૯ વાગે, બીજો રાઉન્ડ ૧૦ વાગે અને મતગણતરી ૧ વાગે ખત્મ થશે અને તે દૃીદૃીને ટાટા-ગુડબાય હશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તા.૨૨ એપ્રિલના પ્રથમ તબકકાના મતદૃાનની પુર્વે છેલ્લી સભાને સંબોધતા પરિણામનું ભવિષ્ય ભાખી દૃીધું હતું.
છેલ્લા ૧૫ વર્ષથી પ.બંગાળ પર મજબૂત રીતે શાસન ચલાવી રહેલા મમતા બેનરજી માટે ડબલ ટ્રબલ હતી તેમનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ ચુંટણી હારી ગયો અને ખુદૃ મમતા બેનરજી પણ હાર્યા અને તે પણ ફરી એક વખત સુવેન્દૃુ અધિકારીના હાથે, વિધાનસભા ક્ષેત્ર બદૃલાયુ પણ મમતાનો પરાજય તો યથાવત જ રહૃાો.
અમીત શાહે બંગાળની ધરતી પર જે વ્યુહરચના ગોઠવી તે ભાગ્યે જ કોઈ પારખી શકયા છે. તેઓએ અંગ-બંગ અને કલીંગ એટલે બિહાર, બંગાળ અને ઓડીસામાં ભાજપના વિજયને નિશ્ર્ચિત કર્યો છે.કોંગ્રેસે તો ૭૦ના દૃશકાથી જ આ રાજયો ગુમાવી દૃીધા હતા અને પ્રાદૃેશિક પક્ષોનો દૃબદૃબો પણ તે ખત્મ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદૃી અને ગૃહમંત્રી અમીત શાહ જે રીતે તેમના ચુંટણી લેફટનન્ટની કેડર પર જે રીતે યોગ્યતા પારખીને પછી ભરોસો મુકે છે તે કામયાબ કરાય છે.
ખુદૃ અમીત શાહે ભાજપનું રાષ્ટ્રીય પ્રમુખ પદૃ સંભાળ્યા બાદૃ જે રાજયો ભાજપ શાસનમાં ન હતા અને વિપક્ષના મજબૂત ગઢ હતા ત્યાં કમળને પહોંચાડવાની તૈયારી કરી હતી. તેઓએ એક દૃશકા પુર્વે આ રાજકીય મિશન શરૂ કર્યુ હતું જે હવે પ.બંગાળ સુધી પહોંચી ગયુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વથી અને ભાજપના બદૃલતા જતા રાષ્ટ્રીય પ્રમુખ છતા અમીત શાહની રણનીતિ બદૃલાઈ નથી. પુર્વોતરમાં કોંગ્રેસની સતા પુરી રીતે ખત્મ કરી, ઓડીસા બિહારમાં ભાજપનાં શાસન લવાયા, ૨૦૨૧માં જ પશ્ર્ચીમી બંગાળમાં જે મીશન અધુરુ રહૃાું તે ૨૦૨૬માં પુરુ કર્યુ.
મમતા બેનરજી ૨૦૨૧માં તો કોઈપણ રીતે તેઓ કિલ્લો બચાવી શકી પણ ૨૦૨૬માં તે તક આપી નહી. ચુંટણી જાહેર થયા બાદૃ અમીત શાહ ૧૫ દિૃવસ બંગાળમાં રહૃાા પણ રોડ-શો ભાષણ નહી સંગઠનની તૈયારીઓને ધાર આપી છેક બુથ સ્તર સુધીની િંચતા અમીત શાહે કરી હતી.
મોડીરાત્રી સુધી બેઠકો અને બીજા જ દિૃવસે અમલ તે કરવા સાથે અન્ય ચાર રાજયોમાં પણ ભાજપની તૈયારીઓમાં કે કોઈ કચાશ રહી જાય નહી તે નિશ્ર્ચિત કર્યુ. ખુદૃ શાહે ૫૦ વધુ રેલી, રોડ-શો કર્યા.
શાહે સંગઠન-ચુંટણી મેનેજમેન્ટમાં નિષ્ણાંત કેન્દ્રીયમંત્રી ભુપેન્દ્ર યાદૃવ, ધરમેન્દ્ર પ્રધાન, સંગઠન પ્રભારી મંગળ પાંડે અને ચુંટણી પ્રભારી બિપ્લવ દૃેવ તથા એકંદૃરે મહામંત્રી સુનિલ બંસલને પ.બંગાળનો મોરચો સોંપ્યો હતો તથા એ પણ નિશ્ર્ચિત કર્યુ કે “જીૈંઇ’ માં કોઈ બોગસ વોટર બચે નહી અને સવારે ૧૧ વાગ્યે જ ભાજપનું ૧૦૦% વોટીંગ થઈ જાય.
કેન્દ્રીય દૃળોને મેદૃાનમાં રાખી કોઈને ગુંડાગર્દૃી કરવાની તક જ આપી નહી અને એ પણ જાહેર કર્યુ કે ૪૫ દિૃવસમાં પ.બંગાળમાં સરહદૃ પર ફેન્સીંગ બનાવવા જમીન અપાશે અને બંગાળમાં બાબરી મસ્જીદૃ બનવા દૃેશે નહી. આ બન્ને તેઓના હિન્દૃુ સમાજ માટેના મહત્વના ફેરફાર બની ગયા હતા.
પાર્ટીની સુનિલ બંસલ, ભુપેન્દ્ર યાદવ, ધરમેન્દ્ર પ્રધાનની ત્રિપુટીને ત્રણ મહિના બંગાળમાં કેમ્પ કરાવ્યો
ખુદ અલગ અલગ સમયે 15 દિવસ બંગાળમાં રહ્યા રાત્રીના મોડે સુધી બેઠકો: સવારે અમલ
આખરી સભામાં મમતાને ‘ગુડબાય’ કહીને કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
જો કે એક રાજય પર ફોકસમાં અન્ય રાજયોમાં કચાશ ન રહી જાય તે પણ નિશ્ર્ચિત કર્યુ
