વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો;વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રવિવારે બેંગલુરુમાં સભા ગજવી જેમાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાન મોદૃીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ચૂંટણી હાર માટે આખી દૃુનિયાને દૃોષી ઠેરવે છે અને આ બધું તેના અહંકારને કારણે છે.કોંગ્રેસ પાર્ટીએ તમિલનાડુમાં પોતાના સહયોગી ડ્ઢસ્ને પણ છેતર્યા છે. જ્યાં એક તરફ ભાજપ ચૂંટણીમાં જીત મેળવી રહૃાો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ (જેની પાસે લગભગ ૪૦ વર્ષ પહેલા ૪૦૦થી વધુ બેઠકો હતી) છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં ૧૦૦ બેઠકોનો આંકડો પણ પાર કરી શકી નથી. તેમ છતાં કોંગ્રેસ અને તેના સમર્થકોનો અહંકાર એટલો વધારે છે કે તેઓ પોતાની હાર માટે આખી દૃુનિયાને દૃોષી ઠેરવે છે.
બેંગલુરુમાં ૐછન્ એરપોર્ટ પાસે આયોજિત જનસભામાં વડાપ્રધાન મોદૃીએ કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો હતો, કહૃાું કે, તેઓ બંધારણ, લોકશાહી, બંધારણીય સંસ્થાઓ અને કોર્ટને દૃોષી ઠેરવે છે. મારી રાજકીય કારકિર્દૃીમાં મેં ક્યારેય કોઈ મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીને આવું વર્તન કરતા જોઈ નથી. તેઓ હારમાં એટલા ઊંડા ડૂબી ગયા છે કે તેમની પાસે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.ભાજપ સરકારો માટે લોકોનું કલ્યાણ જ સર્વસ્વ છે. ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારો નારો સૌનું કલ્યાણ છે અને અમારું મોડેલ સુશાસન છે. આ જ કારણ છે કે લોકો ભાજપને બીજી અને ત્રીજી વાર પણ પોતાની સેવા કરવાની તક આપી રહૃાા છે.
તેમણે કહૃાું કે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર ડ્ઢસ્ના સમર્થનથી જ ચાલી શકી હતી. પરંતુ શું થયું? આટલા લાંબા સમયથી ચાલી રહેલા સંબંધો હોવા છતાં અને ડ્ઢસ્ હંમેશા કોંગ્રેસ પાર્ટીના હિતમાં કામ કરતી હોવા છતાં, જેવું સત્તાનું પલડું બદૃલાયું, કોંગ્રેસે તક મળતા જ ડ્ઢસ્ની પીઠમાં છરો ભોંકી દૃીધો.

રિલેટેડ ન્યૂઝ