બેંગલુરુમાં મોદીના કાર્યક્રમ સ્થળથી ૩ કિ.મી. દૃૂર વિસ્ફોટકો મળતા હડકંપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની બેંગલુરુ મુલાકાત દૃરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ત્યારે ફાળ પડી, જ્યારે તેમના રૂટ પાસે જીલેટિનની સ્ટીક્સ મળી આવી હતી. આ અત્યંત વિસ્ફોટક હોય છે. આ ઘટના બેંગલુરુના બહારના વિસ્તાર કનકપુરા રોડની છે, જ્યાંથી વડાપ્રધાન એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પસાર થવાના હતા. પોલીસે આ મામલે તરત જ એક્શન લેતા એક શંકાસ્પદૃ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે, જેની ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જપ્તી બાદૃ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદૃી કરી દૃીધી અને વડાપ્રધાનના રૂટની સુરક્ષા વધુ કડક બનાવી દૃેવામાં આવી છે. ઘટના રવિવારે સવારની છે જ્યારે બેંગલુરુના કગ્ગલીપુરા વિસ્તાર પાસે થાથાગુનીમાં સુરક્ષા તપાસ દૃરમિયાન પોલીસને જીલેટિનની સ્ટીક્સ મળી આવી હતી. આ સ્થળ ‘આર્ટ ઓફ લિિંવગ કેન્દ્ર તરફ જતા માર્ગની અત્યંત નજીક છે, જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જીલેટિન સ્ટિક્સ એક પુલ પાસે કમ્પાઉન્ડ વોલની કિનારે ફેંકવામાં આવી હતી. જેવી વિસ્ફોટક મળવાની માહિતી મળી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. શરૂઆતી તપાસમાં એ સ્પષ્ટ થયું કે, વિસ્ફોટક સામગ્રી વડાપ્રધાનના કાફલાના પસાર થતા પહેલા જ મળી ગઈ હતી, જેનાથી એક મોટો સંભવિત ખતરો ટળી ગયો હતો. આ આખા ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક અજ્ઞાત વ્યક્તિએ વહેલી સવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. શંકાસ્પદૃે પોલીસને ચેતવણી આપી કે, ૐછન્ એરપોર્ટ અને આર્ટ ઓફ લિિંવગ સેન્ટર પાસે ધડાકા થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ