અસલી અને લીક પેપરના અનેક સવાલો એક સરખા
નીટ પેપર લીકને લઇને ચોંકાવનારા ખુલાસા થયા છે. 3 મેએ લેવાયેલી નીટ-2026ની પરીક્ષાનું પ્રશ્ર્ન પત્ર 1 મેસેજ લીક થઇ ગયું હતું. તેને પ્રાઇવેટ માફિયા નામના ટેલિગ્રામ ગ્રુપ પર નાખવામાં આવ્યું હતું. તેના પર મોકલવામાં આવતા સેટ નં. 12ના પેપર અને 3 મે એ યોજાયેલી પરીક્ષામાં આવેલા 12 નંબર સેટમાં અનેક સવાલ એક સરખા હતા. આનો વીડિયો પણ બહાર આવ્યો છે. ટેલિગ્રામ ગ્રુપ પર 1 મેની રાત્રે લગભગ 11-30 વાગ્યે નાખવામાં આવેલ પેપરની પીડીએફ ફાઇલ ઓપન કરવા પર 12 નંબરનો સેટ દેખાય છે. તેની તપાસ કરવા પર નીટના સેટ નંબર-12નું પેપર કાઢ્યું હતું. જેના સવાલો એક જેવા હતા. આવા અનેક સવાલો લીક પેપર અને અસલી પેપરમાં 100 ટકા મેચ થયા હતા.
