દેશમાં રહેણાંક વિસ્તારો જે નિશ્ર્ચિત થયા હોય ત્યાં વ્યાપારી પ્રવૃતિ અંગે સુપ્રીમકોર્ટે તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે. ખાસ કરીને ગેરકાનુની બાંધકામ અને જે રીતે જમીનના ઉપયોગ અંગે જે હેતુ નિશ્ર્ચિત થયા હોય છે તેના ઉલ્લંઘન સંબંધમાં થયેલી એક રિટ અરજી સંબંધમાં સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યો છે અને જણાવ્યું હતું કે રાજયોએ તેના બાંધકામ અંગેના જે નિયમો અને જમીન અંગેના જે માપદંડ નિશ્ર્ચિત કર્યા છે તેમાં રહેણાંક ક્ષેત્રને વ્યાપારી ઝોનમાં બદલવાથી તેમાં નાગરિકોના જીવન અને પર્યાવરણ બંનેને નુકશાન થઈ શકે છે. આ અંગે સર્વોચ્ચ અદાલતે દિલ્હી સહિતના રાજયોમાં જે પ્રકારે રહેણાંક વિસ્તારોને કોમર્શિયલ ઝોનમાં ફેરવી નંખાયા છે તે અંગે પણ રિપોર્ટ આપવા જણાવાયું છે અને બાંધકામના નિયમોનો ભંગ થયો હોય તો પણ તે જણાવવું પડશે. અગાઉ સર્વોચ્ચ અદાલતે આ પ્રકારના બાંધકામો સામે પ્રશ્ર્નો ઉભા કર્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી રહેશે,ચોમાસાના આગમનની રાજ્યવાર તારીખ જાહેર
એકતરફ દૃેશના અનેક ભાગો અસહૃા ગરમીનો સામનો કરી રહૃાા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત... -
રૂપિયો વધુ ગગડીને ૯૬.૭૬ના તળીયે
શેરબજારમાં પ્રારંભિક કડાકા બાદ સેન્સેક્સ ૧૪૦ પોઇન્ટ ઉચકાયો મુંબઇ શેરબજારમાં આજે પ્રારંભિક ગાબડા બાદ તેજીનો વળાંક... -
પ્રમોશન એ કર્મચારીનો અધિકાર નથી: સુપ્રીમકોર્ટ
સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈપણ સરકારી કર્મચારીને પ્રમોશન એટલે કે બઢતી આપવી...
