મફત યોજનાઓથી દેશના વિકાસને થતી ગંભીર અસર

જે રાજ્યો મફત યોજનાઓની લ્હાણી કરે છે ત્યાં જે રીત્ો વિકાસ થવો જોઇએ ત્ો મુજબ થતો નથી, પ્રજાન્ો રાહત અને નિર્ભરતા વચ્ચેની પાતળી રેખા ભૂંસાવી જોઇએ નહીં

લોકશાહીમાં લોકોન્ો ઉપયોગી રાજનીતિ કરવી એ સરળ માર્ગ છે. પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આ બાબત રાજ્યોની આર્થિક સ્થિતિ માટે ધીમું ઝેર પ્ાૂરવાર થઇ શકે છે. તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા નાણાંકિય આંકડાઓમાં ત્રણ રાજ્યો જેમાં મધ્ય પ્રદૃેશ, રાજસ્થાન અન્ો છત્તીસગઢમાંથી આ સ્થિતિ ઉજાગર થઇ છે અલબત આ બાબત પર લાંબા સમયથી પડદૃો પાડવામાં આવ્યો હતો.
આ રાજ્યોમાં વિકાસ કરવાના કાર્યો પર અપ્ોક્ષાથી ઓછો ખર્ચ અને દૃેવાના વધતા બોઝથી આ બાબત સ્પષ્ટ થઇ છે કે, સરકારોએ હવે લાંબા સમયના સત્તારૂટ થવાના સ્થાન્ો માત્ર થોડો સમય જો રાજ કરવા મળે ત્ોવી રાજકીય સંતુષ્ટિ મેળવી આ માર્ગ પર પક્ષો ચાલી રહૃાા છે.
આ ત્રણ રાજ્યોમાં એક સરખી પ્રવૃત્તિ ઝડપથી વધી છે દૃેવું કરીન્ો મફતની યોજનાઓ ચલાવવી, ક્યાંક મફત વિજળી, અથવા રોકડ સહાય અને ક્યાંક ચૂંટણી વેળા કરાતી ઘાલમેલ આ બાબતો મુખ્ય છે. પ્રજાન્ો કરમાં રાહત આપવી એ દૃરેક સરકારની ફરજ છે પરંતુ રાહત અને નિર્ભરતા વચ્ચે એક પાતળી ભેદૃ રેખા હોય છે. કમનસીબ્ો હવે આ રેખાન્ો રાજકીય પક્ષો નષ્ટ કરી રહૃાા છે.
વિકાસના ખર્ચના મામલામાં આ રાજ્યો પીછેહઠ કરતા નજરે પડી રહૃાા છે. ત્યાં બીજી તરફ ત્ોલંગણા, અન્ો કર્ણાટક જેવા રાજ્યોના બજેટનો મોટાભાગનો ભાગ માળખાગત રોકાણ દૃા.ત. સડકો, ઉદ્યોગ, િંસચાઇ, શહેરનું માળખું તથા ટેકનીકલ વિકાસ પર આધારિત હોય છે.
આ વાત માત્ર આંકડાઓના અંતરની નથી પરંતુ વિચારધારામાં પણ તફાવત છે એક તરફ એવા રાજ્યો છે જે ભવિષ્યનું માળખું ત્ૌયાર કરતા હોય છે બીજી તરફ એવા રાજ્યો છે જે લોકપ્રિય યોજનાઓ જાહેર કરી પ્રજાની વાહવાહ લૂંંટવામાં વ્યસ્ત છે. સૌથી મોટું સંકટ આ વાતનું છે કે, જો દૃેવું કરવામાં આવે છે મતલબ કે વિશ્ર્વ બ્ોન્ક અથવા અન્ય નાણાંકિય સંસ્થાઓ પાસ્ોથી લોન લેવામાં આવે તો આ નાણાંનો ખર્ચ પ્રજા માટે વિકાસ કાર્યો કરવા, નવા ઉદ્યોગોની સ્થાપના કરવી વગ્ોરે માટે કરવો જોઇએ ત્ોનાથી વિપરીત આ નાણાંનો ઉપયોગ પ્ોન્શન, ગરીબ અને મધ્યમ વર્ગન્ો વિવિધ ક્ષેત્રોમાં રાહત આપવી વગ્ોરે બાબત પર થાય છે. મતલબ કે જે રૂપિયા રોડ, હોસ્પિટલ, શિક્ષણ, ઉદ્યોગ વગ્ોરે માટે થવો જોઇએ ત્ોના બદૃલે આ રૂપિયાનો ખર્ચ અન્ય બાબતમાં થઇ રહૃાો છે. આથી આવી પ્રવૃત્તિ કરવાવાળી રાજ્યોની આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે અન્ો આવા રાજ્યો પર નાણાંકિય બોજો વધે છે.
મધ્ય પ્રદૃેશમાં ઔદ્યોગિક વિસ્તાર ધીમી ગતીએ થઇ રહૃાો છે. રાજસ્થાનમાં પાણી અને રોજગારીનો મોટો પડકાર છે. જ્યારે છત્તીસગઢ જે પ્રાકૃતિક સંસાધનોની ભરપ્ાૂર છે ત્યાં આર્થિક આત્મનિર્ભરતાના સ્થાન્ો સરકારી યોજનાઓ પર પ્રજાની નિર્ભરતા વધી છે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આવા રાજ્યો વિકાસશીલ નહીં પરંતુ નાણાંકિય સહાય કરવાવાળા રાજ્યો બની રહેશે અને આ રાજ્યોની આર્થિક વ્યવસ્થા ધીમી પડશે.
હવે સમય આવી ગયો છે કે, સરકારો રાજકીય સાહસ દૃર્શાવે. પ્રથમ જરૂરિયાત આ છે કે, દૃેવું કરવાની એક લિમિટ નક્કિ કરવામાં આવે માળખાકિય યોજનાઓન્ો સિમિત કરવામાં આવે.
બીજી જરૂર આ છે કે, દૃરેક મફત યોજનાઓની દૃર વર્ષે આર્થિક અન્ો સામાજિક સમીક્ષા કરવી જરૂરી છે સરકારે હવે ફ્રિ બ્રીજ મોડલમાંથી બહાર આવી સશક્તિકરણના મોડલન્ો અપનાવવું જોઇએ. ખેડૂતોન્ો િંસચાઇ અન્ો ત્ોમણે ઉત્પાદિૃત કરેલી વસ્તુઓનું સરળ તાથી વેચાણ થાય ત્ોવી સગવડો ઉભી કરવી જોઇએ. યુવાનોન્ો રોજગારીની સાથે કૌશલ્ય આપવું જરૂરી છે. મહિલાઓન્ો સ્વરોજગાર સાથે જોડવી જરૂરી છે.
કેગ અને અન્ય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ સાર્વજનિક દૃેવુ છેલ્લા વર્ષોમાં ઘણું વધી ગયું છે. અર્થ શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ જો કોઇ એક રાજ્ય સતત નુકસાન કરે તો અને પ્રજાન્ો મફત યોજનાઓ આપ્યા કરે તો આ રાજ્ય છેવટે કેન્દ્ર સરકાર પાસ્ો મદૃદૃ માગ્ો છે આથી નાણાંકિય અનુશાસન રાખવા વાળા રાજ્યોના અપ્રત્યક્ષ રીત્ો નુકસાન થાય છે.
બીજી તરફ દૃરેક સરકારી યોજનાઓ નુકસાનકારક હોતી નથી શિક્ષણ, સ્વસ્થ્ય, અનાજ, ખેડૂતોન્ો સહાય જેવી યોજનાઓ સામાન્ય વર્ગનું જીવન સુધારી શકે છે સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજાન્ો લોભામણી જાહેરાતો કરી વિજય મેળવવામાં આવે.
ખરેખર સહાય ગરીબ, ખેડૂતો, વૃધ્ધો, વિદ્યાર્થીઓ અથવા જરૂરિયાતમંદૃ લોકોન્ો આપવી જોઇએ બધાન્ો એક સરખી મફત સુવિધા આપવાથી સરકાર પર ખર્ચનો બોજો વધે છે.

રિલેટેડ ન્યૂઝ