પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ઇડીની કાર્યવાહી
દૃેશભરમાં ચકચાર જગાવનારા અને હજારો લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા હીરા ગ્રુપ મહાકૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને એક બહુ મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ આ મલ્ટી-કરોડ કૌભાંડના મુખ્ય આરોપી નૌહિરા શેખની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરી લીધી છે. નૌહિરા શેખ પર દૃેશભરના રોકાણકારો સાથે અંદૃાજે રૂપિયા ૩ હજાર કરોડથી વધુની છેતરિંપડી અને મની લોન્ડિંરગ કરવાનો ગંભીર આરોપ છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નૌહિરા શેખે પોતાની પોન્ઝી સ્કીમો દ્વારા દૃેશના આશરે ૧.૭૨ લાખથી વધુ માસૂમ રોકાણકારોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગ્રાહકોને આકર્ષવા માટે કંપની દ્વારા વાર્ષિક ૩૬ ટકા જેટલું તોિંતગ રિટર્ન (વ્યાજ) આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ મામલે તેલંગાણા, આંધ્રપ્રદૃેશ સહિત દૃેશના અનેક રાજ્યોમાં ગુનાઓ નોંધાયા હતા. આ ગંભીર નાણાકીય ગેરરીતિ બદૃલ ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંરગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વિગત એ છે કે, સુપ્રીમ કોર્ટે પણ નૌહિરા શેખને આત્મસમર્પણ કરવાનો કડક આદૃેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આદૃેશને ઘોળીને પી જઈને તે ફરાર થઈ ગઈ હતી. તે પોતાની અસલી ઓળખ છુપાવીને નકલી દૃસ્તાવેજોના આધારે ગુરુગ્રામમાં આલીશાન લાઈફસ્ટાઈલ સાથે છુપાઈને રહેતી હતી. ઈડીએ બાતમીના આધારે દૃરોડો પાડીને તેને દૃબોચી લીધી હતી.
