આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે લોખંડનો પુલ તણાઈ ગયો: રસ્તા ધસી પડયા

ઉત્તર પૂર્વના રાજ્યો આસામ, અરૂણાચલ પ્રદૃેશમાં સર્જાયેલા ભયાનક મેઘતાંડવ અને ભૂસ્ખલનના પગલે અનેક માર્ગો ધોવાઇ ગયા છે. આસામમાં ભારે વરસાદૃ અને પૂરને કારણે ૧૬૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયેલા છે. નદૃી પરનો એક રેલવે બ્રિજનો એક ભાગ પ્ાૂરના કારણે ક્ષતિગ્રસ્ત થતાં આર્ચીપથાર અને સિમેન આપરી સ્ટેશન વચ્ચેનો ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો છે.

પુર્વોતર રાજયોમાં સતત થઈ રહેલા વરસાદના કારણે આસામ અને અરુણાચલ પ્રદેશના અનેક ભાગોમાં જનજીવને ખૂબ જ ખરાબ અસર કરી છે અને સ્થળોએ ભૂસ્ખલનની ખબરો છે. આસામમાં મુશળધાર વરસાદ અને પુરના કારણે 300 મીટર લાંબો લોખંડનો પુલ તણાઈ ગયો છે. જયારે અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ અને પુરના કારણે રસ્તાઓ ધસી પડવાના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. રાજયના કેપીપાન્યોર જિલ્લામાં અચાનક આવેલા પુરથી મૃતકોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે તણાઈ ગયેલા પુલનું નિર્માણ 1965માં થયું હતું. બાદમાં તેને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારે વરસાદના કારણે ઘેમાજી જિલ્લાની સિમેન નદી પર બનેલ એક સ્તંભ અસ્થિર થઈ ગયો હતો. જે રેલરૂટ પર પુલને અસર થઈ ત્યાં ભૂસ્ખલન થતા પહેલાં જ પુરના કારણે ટ્રેનનું સંચાલન રોકી દેવામાં આવ્યું હતું.
ભારે વરસાદ અને નદીમાં પુર આવવાના કારણે પુલ તણાઈ જતા કેમી જુના જેલોમ ક્ષેત્ર અને જોનાઈ સદર વચ્ચેનો સંપર્ક તુટી ગયા હતો.
બીજી બાજુ ભૂસ્ખલન થતા પહેલા પુરના કારણે ટ્રેનનું સંચાલન રોકી દેવામાં આવ્યું હતું. આ પુન: નિર્માણ લગભગ એક વર્ષ પહેલા જ થયું હતું.
સ્થાનિક લોકોએ પુલના નિર્માણ પર નિરાશા વ્યક્ત કરતા દાવો કર્યો હતો કે નદીની તેજ ધારાઓના કારણે સ્થાનિક લોકોએ લોખંડની સંરચનાઓનો ઉપયોગ કર્યો હતો તેના બદલે કોંક્રીટનો સ્થાયી પુલ બનાવવાની માંગ કરી હતી, પરંતુ સાધારણ લોખંડનો પુલ બનાવી નંખાયો.

રિલેટેડ ન્યૂઝ