એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તેની પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ અત્યાર સુધીનો સૌથી ઝડપી પ્રાઇમ ડે બની હતી. એમેઝોન નાઉ ઉપલબ્ધ હોય તેવાં શહેરોમાં ડીલ હેઠળ ખરીદવામાં આવેલી દર બેમાંથી એક વસ્તુની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં કરવામાં આવી હતી. પ્રીમિયમ ઇલેક્ટ્રોનિક્સ અને બ્યુટીથી
લઈને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી વિવિધ કેટેગરીમાં ગ્રાહકોએ અલ્ટ્રા ફાસ્ટ ડીલિવરીનો લાભ લીધો હતો. તે જ દિવસે કરવામાં આવતી ડીલિવરીમાં 3 ગણા કરતાં વધુનો વધારો નોંધાયો હતો અને હોંશિયારપુર, ઉજ્જૈન તથા ધારવાડ સહિતનાં ટીયર 2 અને ટીયર 3 શહેરો સુધી તેની પહોંચ વિસ્તરી હતી.નવા પ્રાઇમ સાઇન-અપ્સમાંથી 70% કરતાં વધુ ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી આવ્યા હોવાથી, પ્રાઇમની મેમ્બરશિપસાચા અર્થમાં ભારતનાખૂણેખૂણા સુધી પહોંચી શકી હતી.
એમેઝોનના ભારત અને ઉભરતા દેશોમાં પ્રાઇમ અને કસ્ટમર ફુલફિલમેન્ટ એક્સપિરિયન્સના વાઇસ પ્રેસિડેન્ટ અક્ષય સાહીએ જણાવ્યું હતું કે,‘અમને અમારા ગ્રાહકોને વધુમાં વધુ બચત કરવામાં મદદ કરવી ગમે છે અને પ્રાઇમ ડે એ પ્રાઇમ મેમ્બરશિપ દ્વારા મળતાં પરવડે તેવા મૂલ્ય, ઝડપી ડીલિવરી, શાનદાર ડીલ્સ, નવાલોન્ચ અને બ્લોકબસ્ટર મનોરંજનની શ્રેષ્ઠ ઉજવણી છે.પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ એ એક એવું સીમાચિહ્ન છે, જેની ઉજવણી કરતી વખતે અમને અમારા વિક્રેતાઓ, ભાગીદારો અને દેશભરના લાખો ગ્રાહકો સાથે ગર્વની લાગણી થઈ રહી છે.
આ અત્યાર સુધીનો અમારો સૌથી ઝડપી પ્રાઇમ ડે હતો, જેમાં એમેઝોન નાઉ ઉપલબ્ધ હોય તેવાં શહેરોમાં ડીલ હેઠળ ખરીદવામાં આવેલી દર બેમાંથી એક વસ્તુની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાના અને મધ્યમ વ્યવસાયોની અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી પણ નોંધાઈ હતી, જે ફરી એકવાર સાબિત કરે છે કે, પ્રાઇમ ડે અમારા ગ્રાહકો માટે જેટલો મહત્વપૂર્ણ છે, એટલો જ અમારા વિક્રેતાઓ માટે પણ છે.’
