અલકનંદૃા-મંદૃાકિની નદૃીના જળસ્તર ભયજનક સપાટીન્ો પાર કરી ગયા
ઉત્તરાખંડમાં ચોમાસાના ભારે વરસાદૃ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પ્રભાવિત થઈ છે. ખાસ કરીને સોનપ્રયાગમાં ખડક ધસી આવતા અને ગૌરી કુંડ પાસ્ો ભૂસ્ખલન થતા, કેદૃારનાથની યાત્રા ફરી એકવાર અચોક્કસ સમય માટે સ્થગિત કરી દૃેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિૃવસ સુધી સ્થગિત રહૃાા બાદૃ ગુરુવારે સવારે ૬ વાગ્યાથી ચાર ધામ યાત્રા ફરી શરૂ થઈ હતી, પરંતુ કેદૃારનાથ જવાના પદૃયાત્રાના માર્ગ પર ગૌરી કુંડ પાસે અચાનક મોટા પાયે ભૂસ્ખલન થવાને કારણે યાત્રાળુઓની અવરજવર ફરી એકવાર બંધ કરવામાં આવી છે. વધુમાં, સોનપ્રયાગ વિસ્તારમાં ટેકરીઓ પરથી અચાનક પથ્થરો પડતાં વહીવટીતંત્રે સલામતીના કારણોસર યાત્રા સ્થગિત કરી દૃીધી છે.
માર્ગ પરથી મોટા પથ્થરો દૃૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં અલકનંદૃા અને મંદૃાકિની નદૃીઓમાં પાણીનું સ્તર ભયસુચક સ્તરથી વધી જતા જિલ્લા વહીવટીતંત્રે હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને નદૃી કિનારાના વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.
