પેટ્રોલ-ડીઝલ પર સરકારે લીધો મોટો નિર્ણય, એક્સાઈઝ ટેક્સ વધારી દીધો

નવા દર ૩ ઓગસ્ટથી ૨૦૨૬થી લાગુ કરાયા

કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને હવાઈ જહાજના ઈંધણ એટલે કે એટીએફ અને દૃેશમાંથી નીકળતા ક્રૂડ ઓઈલ પર લાગતા એક્સાઈઝ ટેક્સ અને સેસમાં બદૃલાવ કર્યો છે. નવા દૃર ૩ ઓગસ્ટ ૨૦૨૬થી લાગુ થઈ ગયા છે. સરકારના આ નિર્ણય બાદૃ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે.
હાલમાં તેનો સીધો જવાબ ના છે. સરકારે ટેક્સ જરૂરથી વધાર્યો છે, પણ પેટ્રોલ પંપ પર મળતા ઈંધણની િંકમત ડાયરેક્ટ સરકાર નક્કી નથી કરતી. તેને ઈન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ જેવી તેલ માર્કેિંટગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની િંકમત, ડોલરની સરખામણીમાં રૂપિયાની સ્થિતિ, રિફાઈિંનગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચા સહિત કેટલાય બીજા કારણો ધ્યાનમાં રાખવામાં આવે છે.
સરકારના નવા નોટિફિકેશન અનુસાર, પેટ્રોલ પર એક્સાઈઝ ટેક્સ ૨.૫ રૂપિયા પ્રતિ લીટરથી વધારી ૩.૫ રૂપિયા પ્રતિ લીટર કરી દૃીધા છે. એટલે કે તેમાં ૧ રૂપિયો પ્રતિ લીટર વધારો કર્યો છે.
ડીઝલ પર સૌથી વધારે વધારો થયો છે. તેનો ટેક્સ ૧૫.૫ પ્રતિ લીટરથી વધારીને ૨૪ રૂપિયા પ્રતિ લીટર કરી દૃીધો છે. એટલે કે તેમાં ૮.૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. હવાઈ જહાજમાં ઈંધણ એટલે કે એટીએફ પર ટેક્સ ૧૪.૫ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૨૨ રૂપિયા પ્રતિ લીટર કરી દૃીધો છે. તેમાં ૭.૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ ઉપરાંત દૃેશમાં નીકળતા ક્રૂડ ઓઈલ પર ૧.૫ રૂપિયા પ્રતિ લીટરનો રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ પણ ફરીથી લાગુ કરી દૃીધો છે.
ટેક્સ વધારવાનો મતલબ એ નથી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા જ તરત વધી જશે. છુટક િંકમતોમાં બદૃલાવનો નિર્ણય તેલ કંપનીઓ કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછી રહે અથવા તેલ કંપનીઓ વધેલા ટેક્સનો બોજ ખુદૃ ઉઠાવે તો ગ્રાહકો પર તેની અસર પડતી નથી. પણ જો ક્રૂડ ઓઈલ મોંઘું હોય અને વધારાના ટેક્સની અસર ગ્રાહકો પર નાખવામાં આવે તો આવનારા સમયમાં ઈંધણના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

રિલેટેડ ન્યૂઝ