બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી ૧૦ના મોત

અનેક રાજ્યોમાં વરસાદનો કહેર:કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ના મોત

રાજસ્થાનના ઘણા શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનન્ો લઇન્ો બદ્રીનાથ:કેદૃારનાથ નજીકના વિસ્તારો ડેન્જર ઝોન જાહેર:રાજસ્થાનના ઘણા શહેરોમાં રસ્તાઓ પર પ્ાૂરના પાણી ફરી વળ્યા

દૃેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદૃને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે યુપી, બિહાર અને છત્તીસગઢ સહિત ૧૮ રાજ્યોમાં વરસાદૃનું એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદૃને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. કેદૃારનાથ અને બદ્રીનાથ નજીકના ઘણા વિસ્તારોને ડેન્જર ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે યાત્રાળુઓ અને સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે.
રવિવારે રાત્રે બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાથી ૧૦ લોકોના મોત થયા. જ્યારે, રાજસ્થાનમાં ભારે વરસાદૃ બાદૃ અજમેર, જોધપુર અને બાડમેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું.
કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદૃે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. વરસાદૃ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭ લોકો હજુ પણ લાપતા છે. રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લ તેમજ સેનાની ટીમો તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વી.ડી. સતીસને જણાવ્યું કે રાજ્યભરમાં ૩૧૬ રાહત કેમ્પો કાર્યરત છે, જ્યાં ૧૧,૦૧૮થી વધુ લોકોને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. મૃતકોના પરિવારને અંતિમ સંસ્કાર માટે ૧૦,૦૦૦ની સહાય જાહેર કરવામાં આવી છે, જ્યારે કૃષિ વિભાગને ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરીને વળતર અંગે દૃરખાસ્ત તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.પ્રારંભિક અહેવાલ મુજબ લગભગ ૧૬૫ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે અને ૩,૫૯૬થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યના કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા સહિતના વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને વધારાની દ્ગડ્ઢઇહ્લ ટીમો તથા હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.ભારતીય હવામાન વિભાગે આગામી દિૃવસોમાં પણ ભારે વરસાદૃ અને ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. દૃરિયાકાંઠે તોફાની સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાથી માછીમારોને દૃરિયો ન ખેડવાની અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ