નીટ યુજીના ત્રણ પેપર સેટર લીક કરવામાં સામેલ

પ્ોપર સ્ોટરમાં બ્ો મહિલા આરોપીનો સમાવેશ: ડિજિટલ સહિતના ૨૦,૦૦૦થી વધુ દૃસ્તાવેજી પુરાવા પણ કોર્ટમાં રજુ

દેશભરમાં નીટ પેપર લીક મુદે કોકરોચ જનતા પાર્ટીના આંદોલન સહિતની ઘટનાઓ વચ્ચે હવે આ પેપર લીક અંગે તપાસ કરનાર કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ પણ સ્વીકાર્યુ છે કે આ કોઈ સાધારણ પેપર લીક ન હતુ પરંતુ અનેક રાજયોમાં ફેલાયેલુ એક સુનિયોજીત ષડયંત્ર હતું અને તેમાં પરીક્ષા સાથે જોડાયેલા પેપરસેટર, કોચીંગ કલાસ સંચાલક, વચેટીયાઓ તથા દલાલ સામેલ છે. સીબીઆઈએ આ અંગે 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કર્યુ છે પરંતુ તેમાં કેટલીક ટેકનીકલ ક્ષતિ હોવાના કારણે હજુ ચાર્જશીટ વંચાણે લેવામાં આવ્યુ નથી.
સીબીઆઈના જણાવ્યા મુજબ નીટ પેપર લીકની તૈયારી મહિનાઓ પહેલા શરુ થઈ ગઈ હતી અને કેટલાક લોકોએ એવુ નેટવર્ક તૈયાર કર્યુ કે જેથી પ્રશ્ર્ન પેપર બહાર પહોંચી શકે અને અલગ અલગ રાજયોના લોકો તેમાં જોડાયેલા હતા જેમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જે ત્રણ વિષય નિષ્ણાંતો જેમને પેપર સેટીંગ માટે રોકયા હતા તેઓ સામેલ છે. બોટની, કેમેસ્ટ્રી તથા ફીઝીકસ ત્રણના પેપર સેટરે ષડયંત્રમાં સામેલ થઈને પ્રશ્ર્નો લીક કર્યા હતા અને કોચીંગ કલાસ સંચાલકો તથા એજન્ટોએ તે વહેંચ્યા હતા જે વોટસએપ, ટેલીગ્રામ, પીડીએફ ફાઈલ ફોટો વગેરે મારફત મોકલાયા હતા. સીબીઆઈએ આ અંગે તમામ ચેક સહિતના પુરાવા કબ્જે કર્યા છે. એટલું જ નહી સહઆરોપી મધુકર ખેરનારે તો ગ્રુપ પણ બનાવ્યુ હતું. જેમાં આરોપીઓના કોલ ડીટેલ વગેરેની ચકાસણી પરથી માહિતી મળી છે કે રૂા.25 લાખ સુધીમાં પેપર ખરીદાયુ હતું. કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો તૈયાર કરનાર પ્રહલાદ કુલકર્ણી સૌપ્રથમ સામેલ થયા હતા.
સીબીઆઈએ 94 પાનાના ચાર્જશીટમાં જણાવ્યું છે કે આરોપીઓએ સવાલ યાદ કરી ચીઠ્ઠી પર લખી અને જે પુસ્તકો પરથી સવાલ લેવાયા હતા ત્યાં પેરેગ્રાફ પર નિશાની કરી હતી. બે મહિલા પેપર સેટર પણ તેમાં જોડાયા હતા અને તેમના બેંક ખાતામાં વ્યવહારો થયા તે પણ પુરાવા મેળવાયા હતા.
કુલ ચાર્જશીટ સાથે 20 હજાર પાનાના દસ્તાવેજો, 360 સાક્ષીઓ, 422 ડીઝીટલ પુરાવા અને 43 ભૌતિક પુરાવા સામેલ કરાયા છે.

સીબીઆઇએ કુલ ૧૩ લોકો સામે ચાર્જશીટમાં કડીબધ્ધ માહિતી રજૂ કરી

નીટ પ્ોપર લીક અન્ોક રાજ્યોમાં ફેલાયેલુ: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ દૃાખલ
ગુરુનાથ મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રઈાદૃ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદૃારે પ્રશ્ર્નપત્રની માહિતી બહાર પહોંચાડી હતી. આ ગંભીર બેદૃરકારીના કારણે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની પવિત્રતા પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.

રિલેટેડ ન્યૂઝ