સુપ્રીમ કોર્ટે ફાઈલ બંધ કરી બોફોર્સ કેસ બંધ: હિન્દુજા સામેની અરજી ફગાવી દૃેતી સુપ્રીમ કોર્ટ

દૃેશના સૌથી ચર્ચિત અને રાજકીય રીતે અત્યંત સંવેદૃનશીલ ગણાતા બોફોર્સ કૌભાંડનું પ્રકરણ આખરે કાયદૃાકીય રીતે હંમેશા માટે બંધ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૫ના દિૃલ્હી હાઇકોર્ટના એ નિર્ણય વિરુદ્ધ દૃાખલ કરાયેલી છેલ્લી અને એકમાત્ર અરજીને ફગાવી દૃીધી છે, જેમાં િંહદૃુજા બંધુઓ અને સ્વીડિશ હથિયાર નિર્માતા કંપની એબી બોફોર્સને તમામ ગુનાહિત કેસોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સાથે જ છેલ્લા ૪૦ વર્ષથી ચાલી આવતા આ બહુચર્ચિત કેસનો સંપૂર્ણપણે અંત આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદૃ ચંદ્રનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ભાજપના નેતા અને વકીલ અજય કે. અગ્રવાલે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદૃ પી. િંહદૃુજા અને ગોપીચંદૃ પી. િંહદૃુજાના નામ કેસમાંથી હટાવવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સવાલ કર્યો હતો કે, િંહદૃુજા બંધુઓ અને સીબીઆઈને લઈને આ બધું શું ચાલી રહૃાું છે? જ્યારે હાઇકોર્ટ દ્વારા તમામ કાર્યવાહી પહેલેથી જ રદૃ કરી દૃેવામાં આવી છે, તો પછી હવે આ અરજીનો શું અર્થ છે? આ વાતને કેટલાય વર્ષો વીતી ગયા છે. આમ કહીને કોર્ટે કેસની સુનાવણી આગળ ટાળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દૃીધો હતો અને આ અરજીને ફગાવી દૃીધી હતી.આ અરજી ફગાવી દૃેવાની સાથે જ બોફોર્સ કેસમાં ૨૦૦૫ના નિર્દૃોષ છૂટવાના નિર્ણય સામેનો છેલ્લો કાનૂની રસ્તો પણ બંધ થઈ ગયો છે. આ અગાઉ, નવેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની પોતાની અપીલ પણ રદૃ કરી દૃીધી હતી. સીબીઆઈએ હાઈકોર્ટના નિર્ણય સામે ૪,૫૨૨ દિૃવસના વિલંબ પછી કોર્ટના દૃરવાજા ખખડાવ્યા હતા, જેનું તે કોઈ સંતોષકારક કારણ આપી શકી નહોતી. ૩૧ મે, ૨૦૦૫ના રોજ દિૃલ્હી હાઈકોર્ટે શ્રીચંદૃ, ગોપીચંદૃ અને પ્રકાશ િંહદૃુજા તેમજ બોફોર્સ કંપની સામેના તમામ આરોપો રદૃ કર્યા હતા અને સીબીઆઈની આકરી ટીકા કરી હતી.
૨૪ માર્ચ, ૧૯૮૬ના રોજ ભારત સરકાર અને સ્વીડિશ કંપની એબી બોફોર્સ વચ્ચે ?૧૪૩૭ કરોડનો કરાર થયો હતો. આ ડીલ ભારતીય સેના માટે ૪૦૦ તોપોની સપ્લાય માટે હતી. એપ્રિલ ૧૯૮૭માં સ્વીડિશ રેડિયોએ દૃાવો કર્યો હતો કે આ સોદૃો મેળવવા માટે ભારતીય રાજકારણીઓ અને સંરક્ષણ અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી. આ કૌભાંડે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી.
જાન્યુઆરી ૧૯૯૦માં સીબીઆઈએ આ કેસમાં ગુનાહિત કાવતરું, છેતરિંપડી અને ભ્રષ્ટાચાર હેઠળ એફઆઈઆર નોંધી હતી. બાદૃમાં ઈટાલિયન કારોબારી ઓત્તાવિયો ક્વાત્રોચી સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ દૃાખલ કરાઈ હતી. જોકે, સમય જતાં આ કેસ અદૃાલતોમાં નબળો પડતો ગયો. ફેબ્રુઆરી ૨૦૦૪માં હાઈકોર્ટે રાજીવ ગાંધીને ગુનાહિત જવાબદૃારીમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદૃ ક્વાત્રોચીને ભારત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહૃાા હતા અને ૨૦૧૧માં ટ્રાયલ કોર્ટે તેને નિર્દૃોષ છોડી મુક્યો હતો. સમય જતાં આ કેસ સાથે જોડાયેલા મોટાભાગના મુખ્ય આરોપીઓનું નિધન થઈ ચૂક્યું છે.

રિલેટેડ ન્યૂઝ