નવી પેઢીએ દેશના સપૂતોનો ઇતિહાસ જાણવો જરૂરી

દૃેશના ઇતિહાસ સાથે વૈશ્ર્વિક ઇતિહાસન્ો પણ જાણવો જોઇએ જેથી જે ફેરફારો થયા છે ત્ો સમજી શકાય

કોઇપણ દૃેશની ઓળખ માત્ર ત્ો દૃેશે કરેલી વર્તમાન સફળતાથી ગણી શકાય નહીં. પરંતુ દૃેશ માટે આપ્ોલા બલિદૃાનો અન્ો દૃેશના સપ્ાૂતોએ કરેલા સંઘર્ષથી ઓળખી શકાય છે. જેમણે દૃેશની સભ્યતા, સંસ્કૃતિ તથા સ્વાભિમાન બચાવવા માટે વિકટ સ્થિતિમાં ઘણો સંઘર્ષ કર્યો હતો.
ભારતનો ઇતિહાસ આવા અનેક વીર સપ્ાૂતો તથા વિરાંગનાઓથી ભરેલો છે. જેમણે અલગ-અલગ સમય ગાળામાં પરદૃેશીઓના આક્રમણ અન્ો ત્ોમના દ્વારા રજૂ કરેલા પડકારોનો મક્કમતાપ્ાૂર્વક સામનો કર્યો હતો.
આથી અત્યારે મુશ્કેલી આ છે કે, આ બધામાંથી અનેક વિર સપ્ાૂતો પોતાના જ દૃેશના નાગરિકોથી અપરિચિત છે આથી પાઠ્યપુસ્તકોમાં આવા વિરોના બલીદૃાનની ગાથાનો સમાવેશ કરી ભારતની વર્તમાન ઐતિહાસિક સ્મૃતિન્ો મજબ્ાૂત કરવી એ સમયની માગ છે.
એનસીઇઆરટીમાં ધોરણ ૯માં સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાં મધ્યકાલીન ભારતના ઇતિહાસન્ો વ્યાપક ષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યો છે. ‘રેજિસ્ટેંસ એન્ડ રેંજિલિએસ (૧૦૦૦-૧૭૦૦ ઇસવીસન સદૃી)ના પ્રકરણમાં જાટ, રાજપ્ાૂત તથા શિખ સમૂદૃાય સાથે થતો પ્રતિરોધ. શિખ ગુરૂઓની શહાદૃત, મહારાણઆ પ્રતાપની યુધ્ધમાં વિરતા, અન્ો સાથે રાણી નાયકી દૃેવી તથા રાણી અબક્કા ચૌટાના શૌર્યનું વર્ણન કરી સ્થાન આપવામાં આવ્યું છે. ભારતની ભૌગોલિક તથા સાંસ્કૃતિક વિશાળતા આમાં સૌથી મોટી વિશેષતાઓમાંથી એક છે પરંતુ ઘણી વખત આ વિશાળતા ઇતિહાસની જાણકારી ન હોવાના કારણે સ્થાનિક ફેરફારનો ભાગ બન્ો છે. ઉત્તર ભારતમાં દૃક્ષિણના નાયકોની જાણકારી સામાન્ય રીત્ો મર્યાદિૃત રહેતી હોય છે. તથા દૃક્ષિણ ભારતમાં ઉત્તર ભારતના જે વિરોધે ત્ોની માહિતી સિમિત રહેતી હોય છે.
પશ્ર્ચિમ અન્ો પ્ાૂર્વના જે વિરનાયકો છે ત્ોમની વચ્ચે પણ મોટું અંતર જણાય છે પરિણામ આ આવે છે કે, દૃેશના અનેક મહાન વ્યક્તિત્વ પોતાના જ દૃેશમાં મહત્વના ક્ષેત્રમાં અપરિચિત રહેતા હોય છે. ગુજરાતની રાણી નાયકી દૃેવી તથા કર્ણાટકની રાણી અબક્કા ચૌટાનો પાઠ આ ષ્ટિઓ ખાસ મહત્વ રાખે છે. આ માત્ર સ્થાનિક ઇતિહાસની નાયિકાઓ નથી પરંતુ ભારતના ઇતિહાસમાં પ્રતિરોધ અને સાહસની વ્યાપક પરંપપરાનું યોગ્ય ષ્ટાંત છે.
આ મુજબ મહારાણા પ્રતાપનો સંઘર્ષ અથવા શિખ ગુરૂઓની શહાદૃત માત્ર એક સમુદૃાય તથા એક ક્ષેત્ર પ્ાૂરતી સિમિત નથી આ બધી ઘટનાઓન્ો ભારતની વર્તમાન સ્થિતિના સ્વરૂપમાં નીહાળવી જરૂરી છે. અને નવી પ્ોઢીન્ો ભૂતકાળમાં શું થયું હશે ત્ોની માહિતી આપવી પણ જરૂરી છે.
નવા પુસ્તકમાં યુરોપીય ક્રાંતિનો ઇતિહાસ દૃૂર કરવામાં આવ્યો છે. તથા ભારતના સપ્ાૂતોએ જે સંઘર્ષ કર્યો છે ત્ોન્ો સ્થાન મળ્યું છે પાઠ્યપુસ્તકોમાં કયા પ્રકરણોનો સમાવેશ કરવો જોઇએ તથા કયા પ્રકરણો રદૃ કરવા જોઇએ ત્ો બાબત હંમેશા એકેડેમિક સંસ્થાઓ માટે મહત્વનો વિષય હોવો જોઇએ.
આ ઉપરાંત વિશ્ર્વનો ઇતિહાસ પણ જાણવો જરૂરી હોય છે કારણ કે, જો આ વાતની માહિતી વિદ્યાર્થીઓ પાસ્ો હશે તો ત્ોઓ રાજકીય, સામાજિક તથા સમયે-સમયે જે ફેરફારો ભૂતકાળમાં થયા હતા ત્ોન્ો સરળતાથી સમજી શકશે. પરંતુ ત્ોની સાથે આ વાતની ખાસ જરૂરી છે કે, ભારતનો વિદ્યાર્થી પોતાના દૃેશનો ઇતિહાસ તથા દૃેશમાં જે વિવિધ પરંપરાઓ છે ત્ોનાથી પરિચિત હોય. પાઠ્યપુસ્તકોમાં આ મુજબ ફેરફાર કરવો જોઇએ જરૂર અત્યારે આ વાતની છે કે, વિદ્યાર્થીઓ માત્ર ઇતિહાસના પુસ્તકો પર ગર્વ ન કરે પરંતુ વિદ્યાર્થીઓન્ો ઇતિહાસથી વાકેફ કરવાની જરૂરી છે.
નવી પ્ોઢી (બાળકો અન્ો યુવાનો)માં દૃેશના નાયકો અને દૃેશભકતો પ્રત્યે આદૃર રહે અને વધુ જાણકારી મળે ત્ો માટે પરંપરાગત રીતોની સાથે આધુનિક અને રસપ્રદૃ માધ્યમોનો ઉપયોગ કરવો જરૂરી છે. નાના બાળકો માટે સ્વતંત્રતા સ્ોનાનીઓ અન્ો નાયકોના જીવન પર આધારિત એનિમેટેડ વિડિઓઝ કે કાર્ટુન શ્રેેષ્ઠ માધ્યમ બની શકે છે. બાળકોન્ો માત્ર વર્ષ કે તારીખ ગોખાવવાના બદૃલે નાયકોના સાહસ, ત્ોમના જીવનનો સંઘર્ષ, અન્ો રોચક કિસ્સાઓ વાર્તા સ્વરૂપ્ો જણાવી શકાય.
રજાઓમાં બાળકોન્ો સંગ્રહાલયો, ઐતિહાસિક કિલ્લાઓ, સ્મારકો વગ્ોેરેની પ્રત્યક્ષ મુલાકાત કરાવવાથી ત્ોમનો રસ વધે છે અને ત્ોમન્ો જોઇતી માહિતી સરળતાથી મળે છે.
શાળા અને ઘરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જરૂરી છે જેમાં બાળકોએ સ્વાતંત્ર્ય સ્ોનાનીઓના પાત્ર ભજવવા પ્રોત્સાહન આપવું જોઇએ.

રિલેટેડ ન્યૂઝ