સપ્ટેમ્બરમાં જીએસટી કલેકશન ૧૪.૭૫% વધી રૂા.૨.૦૩ લાખ કરોડ

આયાતી માલ પર જીએસટી રૂ.૬૫૦૦૦ કરોડથી વધુ આવક

નવી દિલ્હી: સપ્ટેમ્બર માસમાં જીએસટી કલેકશન 14.7% વધીને રૂા.2.03 લાખ કરોડ થયું છે. જેમાં ઘરઆંગણાનું ટેક્ષ કલેકશન 10.1% અને આયાતી માલ પરનું કલેકશન 26% વધ્યુ છે.
રીફંડ અપાયા બાદ જીએસટીનું નેટ કલેકશન 1.76 લાખ કરોડ થઈ ગયું છે.
ઘરઆંગણે આ આડકતરા વેરાની આવક 1.38 લાખ કરોડ નોંધાઈ છે. જયાં આયાતી માલ પરનું કુલ કલેકશન રૂા.65525 કરોડ થયું છે. કુલ રીફંડ રૂા.27001 કરોડ નોંધાયું છે.
આમ ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીનું છ માસનું કલેકશન રૂા.12.46 લાખ કરોડ અને નેટ કલેકશન રૂા.10.66 લાખ આપણી જીએસટી કલેકશન વધ્યુ તે દેશ માટે ચિંતા પણ છે. જેમાં કુલ આયાત વધી હોવાનું નિશ્ર્ચિત થયું છે.

રિલેટેડ ન્યૂઝ