પતિની રહેણી-કરણી અને મોંઘી કાર પરથી તેની આવક નક્કી ન કરી શકાય : હાઈકોર્ટ

અદાલતે ફેમિલી કોર્ટના આદેશને રદ કરી નવેસરથી ભરણપોષણના મુદ્દે સુનાવણીનો આદેશ આપ્યો

બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં જણાવ્યું છે કે પતિની આવકનું નિર્ધારણ તેની રહેણી-કરણી, મોંઘી કારો કે ડ્રાઈવર રાખવા જેવા આધાર પર ન કરી શકાય. જસ્ટિસ શિવકુમાર દિઘેએ પોતાનાં આદેશમાં ઠાણે ફેમિલી કોર્ટના એ આદેશને રદ કરી દીધો છે, જેમાં પતિને પત્ની અને બે પુત્રીઓ માટે દર મહિને એક લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે પતિની અરજી પર આ નિર્દેશ આપ્યો છે. કોર્ટે હાલમાં આ કેસને નવેસરથી સુનાવણી કરવા માટે ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલી આપ્યો છે. જોકે, કોર્ટે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પતિને પત્ની અને બંને પુત્રીઓ માટે દર મહિને 75 હજાર રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
નવા પુરાવાઓના આધારે ફેમિલી કોર્ટ હવે ભરણપોષણની રકમ ફરીથી નક્કી કરશે. ફેમિલી કોર્ટે પત્ની માટે 60 હજાર અને બંને પુત્રીઓ માટે 20-20 હજાર રૂપિયા પ્રતિ માસ ભરણપોષણ નક્કી કર્યું હતું, જેને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પતિએ હાઈકોર્ટમાં સોગંદનામામાં દાવો કર્યો હતો કે તેની વાર્ષિક આવક માત્ર સાતથી આઠ લાખ રૂપિયા જ છે.

રિલેટેડ ન્યૂઝ