ગુજરાતનાં વૈષ્ણોદેવી ભક્તો માટે સારા સમાચાર સાબરમતી-જમ્મુ તાવી ટ્રેન હવે સીધી કટરા જશે, ૫૦ કિમીનો ધક્કો બચશે

સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૨૨૩ (સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ)ના રૂટમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ૧૮ ઓક્ટોબર ૨૦૨૬થી આ ટ્રેન હવે જમ્મુ તવી સુધી જ મર્યાદિૃત રહેવાને બદૃલે સીધી માતા વૈષ્ણોદૃેવી કટરા સ્ટેશન સુધી જશે. તેવી જ રીતે, વાપસીમાં ટ્રેન નંબર ૧૯૨૨૪ કટરાથી સાબરમતી બીજી એક્સપ્રેસ ૨૦ ઓક્ટોબર ૨૦૨૬થી કટરાથી જ રવાના થશે. અગાઉ આ ટ્રેન મુસાફરોને સાંજે ૧૮:૪૦ વાગ્યે જમ્મુ તવી સ્ટેશન પર ઉતારતી હતી. ત્યાંથી કટરા સ્થિત બાણગંગા બેઝ કેમ્પ સુધી જવા માટે શ્રદ્ધાળુઓએ ૫૦ કિલોમીટરનું અંતર કાપવા માટે અલગથી બસ કે ટેક્સી પકડવી પડતી હતી. મોડેથી પહોંચતી વખતે વિશેષ કરીને વડીલો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને પ્રતિ સવારી ૩૦૦થી ૫૦૦ રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ પણ થતો હતો. હવે ટ્રેન સીધી કટરા પહોંચવાથી મુસાફરોના ૨થી ૩ કલાક અને નાણાં બંનેની બચત થશે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર રાજ્યના વિવિધ પ્રમુખ સ્ટેશનો પરથી પસાર થશે. જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં આ ટ્રેન સાંભા, બારી બ્રાહ્મણ અને શહીદૃ કેપ્ટન તુષાર મહાજન (ઉધમપુર) સ્ટેશનો પર પણ રોકાશે.
કટરા રેલવે સ્ટેશન સીધું વૈષ્ણોદૃેવીની ચઢાઈના મુખ્ય બેઝ કેમ્પ એટલે કે બાણગંગાની નજીક આવેલું છે. સ્ટેશન પરિસરમાં જ યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર, ક્લોક રૂમ, પ્રી-પેડ ઓટો અને હોટેલ જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત અહીંથી તારાકોટ માર્ગ, બાણગંગા અથવા સાંઝી છત માટે હેલિપેડ કે રોપવે પોઈન્ટ સુધી પહોંચવું પણ ખૂબ જ સરળ બની જશે.

રિલેટેડ ન્યૂઝ