વડાપ્રધાન મોદીએ બ્લુમ બર્ગ ન્યુ ઇકોનોમી ફોરમના મંચ પરથી ભારતની આર્થિક ભૂમિકા અને વૈશ્ર્વિક ભવિષ્યને લઇને મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું તે 21મી સદીમાં ડેટા, જ્ઞાન અને નવા ચાર (ઇનોવેશન) તાકાતના નવા સ્ત્રોત બની ગયા છે પરંતુ અસલી સવાલ એ નથી કે તાકાત કોની પાસે છે, બલ્કે તે છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ટેકનિક કેટલાક લોકોને આગળ વધારવાનું માધ્યમ બનશે કે તેમાંથી લાખો લોકો માટે નવા અવસર પેદા થશે, આ મહત્વનો સવાલ છે. આ વખતે આ ફોરમ પહેલીવાર ભારતમાં આયોજિત થઇ રહી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે પાવર ટુ એમ્પાવર એટલે કે બીજાને સશક્ત બનાવવાની તાકાત બતાવી. તેમણે કહ્યું હતું કે ‘પાવર ટુ એમ્પાવર’નો મતલબ બીજાને નિયંત્રિત કરવાને બદલે તેને સક્ષમ બનાવવા, પ્રતિસ્પર્ધીને બદલે સહયોગ કરવો અને માત્ર પોતાની સફળતાને બદલે બીજાને સફળ થવામાં મદદ કરવાનો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વિચાર સાથે તે અહીં આવ્યા છે.
પીએમે જણાવ્યું હતું કે દુનિયામાં તાકાતની હોડ વચ્ચે ભારત પોતાના અલગ દ્રષ્ટિકોણની સાથે આગળ વધી રહ્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારત હાલના સમયમાં પોતાના વિકાસ સફરના નિર્ણાયક દોરમાં પસાર થઇ રહ્યો છે. દેશ હવે માત્ર વિદેશી રોકાણ આકર્ષિત કરવા સુધી સીમિત નથી, બલ્કે વૈશ્ર્વિક ભવિષ્યને આકાર દેવામાં પણ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યો છે. વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર એવી આર્થિક વ્યવસ્થા તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે, જે દુનિયા માટે ભરોસાલાયક આધાર બની શકે. પીએમ મોદીએ ભારતને દુનિયાના સૌથી વિશ્ર્વસનીય આર્થિક વિકાસ કેન્દ્રોમાં સામેલ કરવા માટે અને આર્થિક અર્થ વ્યવસ્થામાં સંતુલન સ્થાપિત કરવાની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાનનો સમય એવા સમયે આવ્યો છે, જ્યારે દેશો વચ્ચે વ્યાપાર, ટેકનિક, રોકાણ અને આર્થિક સુરક્ષાને લઇને હરિફાઇઓ સતત વધી રહી છે.
