પાટનગરના મતદૃારોએ આમ આદૃમી પાર્ટીન્ો આપ્યો જાકારો
ગાંધીનગર મનપાની કુલ ૪૪ બ્ોઠકોમાંથી ૩૮ બ્ોઠકો પર ભાજપનો કબ્જો, વોર્ડ નં.૬માં ૪ની પ્ોનલ સહિત કોંગ્રેસના ૫ જીત્યા:વોર્ડ નં.૨માં એક અપક્ષ વિજેતા
ગાંધીનગર મનપા, ઓખા અને થરા નપા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા કોબાના પ્રદૃેશ કાર્યાલય ‘શ્રીકમલમ્ ખાત્ો વિજ્યોત્સવ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્માએ આ પ્રસંગ્ો એકબીજાનું મોં મીઠુ કરાવી ખુશી વ્યકત કરી હતી.
ગાંધીનગર મનપામાં ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જનતાએ પોતાના મતો દ્વારા નેતૃત્વની પસંદૃગી કરી લીધી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) એ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આવ્યો છે અને આમ આદૃમી પાર્ટીનો સુપડા સાફ થઈ ગયા છે. ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદૃાર પ્રદૃર્શન કર્યું. કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૩૮ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ૫ બેઠકો પર બાજી મારીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, એક બેઠક પર અપક્ષ ઉમેદૃવારે જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે આમ આદૃમી પાર્ટીને એક પણ સીટ ના મળતા સૌ ચોંકી ગયું છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૬ માં જોવા મળ્યો છે. આ વોર્ડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસે તમામ ૪ બેઠકો પર વિજય મેળવીને ભવ્ય ’ક્લીન સ્વીપ’ કર્યું છે. વોર્ડ નંબર ૬ માં ભાજપના ખાતામાં એક પણ બેઠક આવી નથી. બીજી બાજુ, ભાજપે વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૮, ૯, ૧૦ અને ૧૧ માં એકચક્રી શાસન જાળવી રાખતા તમામ એટલે કે ૪-૪ બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મોટાભાગના વોર્ડમાં દૃબદૃબો જાળવી રાખવા છતાં ભાજપને બે વોર્ડમાં નુકસાન સહન કરવું પડ્યું છે. વોર્ડ નંબર ૨માં ભાજપે ૩ બેઠકો મેળવી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદૃવારના ફાળે ગઈ છે. જ્યારે વોર્ડ નંબર ૭માં કુલ ૪ બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપના ઉમેદૃવાર વિજયી બન્યા છે, જ્યારે ૧ બેઠક પર કોંગ્રેસના ઉમેદૃવારે જીત મેળવી છે.
વોર્ડ નંબર ૨માં ભાજપ અને અન્ય પક્ષોની પૂરી પેનલ જીતવાને બદૃલે, વોર્ડ-૨ ની સીટ નંબર-૨ પર અપક્ષ ઉમેદૃવાર (દિૃપિકાબેન રાજેન્દ્રિંસહ વાઘેલા) વિજયી બન્યા, જેથી આ વોર્ડમાં પેનલ તૂટી હતી. જ્યારે વોર્ડ નંબર ૭માં પણ મિશ્ર પરિણામ આવ્યું છે. વોર્ડ નંબર ૭ની ૩ બેઠકો પર બીજેપી વિજયી રહી જ્યારે કોંગ્રેસના એક ઉમેદૃવાર (નગીનભાઇ જગદૃીશભાઇ નાડીયા) જીત્યા, જેના કારણે અહીં પણ પેનલ તૂટી હોવાનું સ્પષ્ટ થાય છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ ૨,૫૯,૦૦૦ મતદૃારો પૈકી દૃોઢ લાખથી વધુ મતદૃારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ ૫૯ ટકા જેટલું મતદૃાન નોંધાયું હતું. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદૃવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો.
આ ભવ્ય જીત સાથે ફરી એકવાર પાટનગરમાં કેસરિયો લહેરાયો હતો ગાંધીનગરમાં મતગણતરી પ્રક્રિયા શાંતિપ્ાૂર્ણ રીત્ો પ્ાૂર્ણ થઇ હતી.
