પડતર પ્રશ્ર્નોનો નિકાલ ન થતા નોંધણી વિભાગના કર્મીઓ દ્વારા સોમનાથ કલેક્ટરને આવેદન

જો પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો અનિશ્ર્વત મુદતના આંદોલનની કર્મચારીઓની ચીમકી

ધી ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ કર્મચારી મંડળ, ના મહેસુલ વિભાગ હેઠળની નોંધણી સર નિરીક્ષકની કચેરી હસ્તકની સબ રજીસ્ટ્રાર કચેરીઓ સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી સ્વરૂપે મહેસુલી આવકમા રાજ્યના સૌથી અગ્રેસર વિભાગો પૈકીનો વિભાગ છે.રાજ્યના નોંધણી પ્રભાગના કર્મચારીઓના પડતર સેવા વિષયક પ્રશ્નો તથા વહીવટી પ્રશ્નો માટે મંડળ દ્વારા મહેસુલ વિભાગ તથા નોંધણી સર નિરીક્ષક કચેરી(વડી કચેરી) ખાતે સતત અનેક રજુઆતો કરવામાં આવેલ હતી.પરંતુ ન્યાયિક માંગણીઓ અંગે કોઈ જ સકારાત્મક કે નક્કર નિરાકરણ આવેલ નથી કે કોઇ સંવાદથી તેને ઉકેલવા પ્રયાસ સુધ્ધાં થયેલ નથી જેથી આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અંગે આજે આવેદનપત્ર આપેલ છે જેમાંતા.15ના રોજકચેરી કામગીરી દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવો.તા.17ના રોજસવારના 11:00 કલાકે કચેરી કામગીરી સંબધિત તમામ ઠવફતિં ફાા ગૃપમાંથી કયરિં થઈ વિરોધ નોંધાવવાનો સમાવેશ થાય છે. તા22 ના રોજતમામ કર્મચારીઓ દ્વારા માસ સી.એલ, તા2.11.ના રોજ થી અનિશ્ચિત મુદ્દતની હડતાલ કરશે તે મુજબનું આવેદનપત્ર આપી કર્મચારીઓના પ્રશ્નોનું ઝડપી અને હકારાત્મક નિરાકરણ લાવવા ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ