ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે તેના વાર્ષિક ‘ફેસ્ટિવ ટ્રીટ્સ2026’ કેમ્પેઇનના લોન્ચની જાહેરાત કરી છે, જેની સાથે જ સમગ્ર દેશમાં તહેવારોની સીઝનનો પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં યોજાતું આ વાર્ષિક ઉત્સવલક્ષી કેમ્પેઇન લોન, કાર્ડ્સ, બચત અને ચાલુ ખાતાઓ તેમજ કાર્ડ્સ પર ઇઝીઇએમઆઈ માટે 10,000થી વધુ ઑફર્સ લઈને આવ્યું છે, જેનાથી ગ્રાહકો માટે તહેવારોની ખરીદી વધુ પરવડે તેવી અને લાભદાયી બની રહેશે.
આ વર્ષે એચડીએફસી બેંકના ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ કેમ્પેઇનની થીમ ‘ટ્રીટ વિથ ઑલ યોર હાર્ટ’ રાખવામાં આવી છે, જે પોતાના પ્રિયજનોને ભેટ આપવાના આનંદને અનેકગણો વધારે છે. આ થીમ તહેવારોની ખરીદી અને શોપિંગને પ્રેમ, કાળજી અને સંગાથની હૃદયસ્પર્શી અભિવ્યક્તિમાં પરિવર્તિત કરે છે. બેંકે એક્સપ્રેસ પર્સનલ લોન, એક્સપ્રેસ કાર લોન અને અન્ય વાહન લોન, હોમ લોન, ગોલ્ડ લોન, સ્પેશિયલ સેવિંગ્સ એકાઉન્ટ્સ તેમજ બિઝનેસ બેંકિંગને લગતી તમામ જરૂરિયાતો માટે સંપૂર્ણ ઉકેલો પૂરાં પાડતા માયબિઝનેસ જેવા વિવિધ પ્રોડક્ટ્સ પર અનેક આકર્ષક ઑફર્સ રજૂ કરી છે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ પર ઇઝીઇએમઆઈ દ્વારા તહેવારોની ખરીદી કરવા પર ગ્રાહકોને રૂા.70,000** સુધીની બચત કરવાની તક મળશે.
