ઇશાન કિશનના તોફાની ૮૦ રન: અક્ષર પટેલ અને અભિષેક શર્માને ૨-૨ વિકેટ
એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ભારતીય ટીમે શાનદૃાર પ્રદૃર્શન કરતા શ્રીલંકાને ૧૨૪ રનના વિશાળ અંતરથી હરાવીને ગર્વથી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેિંટગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઈશાન કિશનની અણનમ ૮૦ રનની તોફાની અડધી સદૃીની મદૃદૃથી ૭ વિકેટે ૧૬૯ રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોિંલગ આક્રમણ સામે ટકી શકી નહોતી અને માત્ર ૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને પ્રથમ ઓવરમાં જ ખાતું ખોલ્યા વિના બે વિકેટ ગુમાવી દૃીધી હતી. પાવરપ્લેમાં જ શ્રીલંકાએ ૩૧ રનમાં ૬ વિકેટ ગુમાવી દૃીધી હતી. જસપ્રીત બુમરાહે પોતાની પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પટેલે પણ બે વિકેટ મેળવી હતી. પાર્ટ-ટાઇમ સ્પિનર અભિષેક શર્માએ સતત બે બોલમાં છેલ્લી બે વિકેટ લઈને શ્રીલંકાની ઇિંનગ્સનો અંત આણ્યો હતો. શ્રીલંકાની ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે બાંગ્લાદૃેશ સામે રમશે.
આ અગાઉ રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદૃેશને ૬ વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. બાંગ્લાદૃેશે પ્રથમ બેિંટગ કરતા ૭ વિકેટે ૧૧૧ રન બનાવ્યા હતા, જે લક્ષ્યાંક પાકિસ્તાને સાહિબજાદૃા ફરહાનની આગેવાનીમાં ૯ બોલ બાકી રહેતા ૪ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટેની ટાઇટલ મેચ ૩ ઓક્ટોબરના રોજ સવારે ૯.૩૦ વાગ્યે રમાશે. ગત હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ હાઇ-વોલ્ટેજ મેચમાં રમત સિવાય બધાની નજર એ વાત પર પણ રહેશે કે બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવશે કે
નહીં.
ભારતીય સશસ્ત્ર દૃળો સાથે એકતા દૃર્શાવવા માટે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું બંધ કર્યું છે, ત્યારે એશિયન ગેમ્સ મેનેજમેન્ટ આ નીતિ જાળવી રાખશે કે પ્રોટોકોલનું પાલન કરશે તે જોવું રસપ્રદૃ રહેશે.
