ટાઈમ મેગેઝિનની ‘ટાઈમ ૧૦૦ નેક્સ્ટ યાદૃીમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

સાત ખેલાડીઓમાં વૈભવ એકમાત્ર ક્રિકેટર

વૈભવ સૂર્યવંશીને ટાઇમ મેગેઝિનની ૨૦૨૬ ની ટાઇમ ૧૦૦ નેક્સ્ટ યાદૃીમાં સામેલ કરવામાં આવ્યા છે. તે આ યાદૃીમાં એકમાત્ર ભારતીય છે. ૧૫ વર્ષીય વૈભવને રમતગમતની દૃુનિયામાં ઉભરતા તારાઓની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. તે આ યાદૃીમાં સૌથી નાની ઉંમરનો સભ્ય છે. આ યાદૃી વિશ્ર્વભરના ઉભરતા તારાઓની છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી ઓળખ મેળવી રહેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
આ યાદૃીમાં સાત ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વૈભવ એકમાત્ર ક્રિકેટર છે. અમેરિકન ફૂટબોલર આર્ચીબાલ્ડ મેિંનગ, એનબીએ ખેલાડી ટાયરેસ મેક્સી, ફૂટબોલર નાઓમી ગિરમા અને ફોલારિન બાલોગન, ટેનિસ ખેલાડી એલેક્ઝાન્ડ્રા ઇલા અને બાસ્કેટબોલ ખેલાડી ઓલિવિયા માઇલ્સ પણ આ યાદૃીમાં સ્થાન ધરાવે છે.
ટાઇમ મેગેઝિને ૨૦૨૫ ની ટાઇમ ૧૦૦ નેક્સ્ટ યાદૃીમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ કર્યો હતો. તે વર્ષે આ યાદૃીમાં તે એકમાત્ર ક્રિકેટર હતો.
૨૩ વર્ષીય યશસ્વીએ સોશિયલ મીડિયા પર આ યાદૃીમાં સામેલ થવા બદૃલ ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે આ યાદૃીમાં સામેલ થવાનો તેમને ગર્વ છે. તેમણે એમ પણ કહૃાું કે આનાથી તેમને યાદૃ આવે છે કે તેઓ કેટલું આગળ આવ્યા છે અને હજુ કેટલું આગળ વધવાનું બાકી છે.
વૈભવે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે રમનાર સૌથી નાની ઉંમરનો પુરુષ ક્રિકેટર છે. વૈભવ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો.

રિલેટેડ ન્યૂઝ