ભારતને ઓઈલ ખરીદતું રોકવાની કોશિશ: અમેરિકા પર ભડકયા રશિયાના મંત્રી

ટેરિફ ઘટાડવા રશિયા પાસેથી ભારતે ઓઈલ ન ખરીદવાની ટ્રમ્પની શરતથી રશિયા અમેરિકા પર ભડકયું છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે એક ઈન્ટરવ્યુમાં અમેરિકા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભારત અને અન્ય પાર્ટનર્સને રશિયાથી તેલ કરીદતું રોકવાની કોશિષ થઈ રહી છે.
રશિયાના વિદેશમંત્રીએ ગત વર્ષે અલાસ્કામાં થયેલી શાંતિવાર્તા જેવા અનેક મામલે વાત કરી કહ્યું હતું કે વોશિંગ્ટને ટેરિફ, બાન અને સીધી રોક જેવા જબરદસ્તી વાળો ટેકનિકો વાપરીને આર્થિક દબદબો જાળવી રાખ્યાનું લક્ષ્ય રાખ્યું છે. લાવરોવે જણાવ્યું હતું કે અમેરિકા અમને કહે છે કે યુક્રેનની સમસ્યા હલ થવી જોઈએ. એંકરેજમાં અમે અમેરિકાની પ્રપોઝલ માની લીધી. તેમની પ્રપોઝલ માનીને એવું લાગે છે કે અમે યુક્રેની મુદો ઉકેલવાનું કામ પુરૂ કરી લીધુ અને એક મોટા પ્રમાણમાં અને પરસ્પર લાભ વાળા સહયોગથી આગળ વધી રહ્યા છીએ પણ અસલિયત બિલકુલ ઉલટી છે. તેમણે કહ્યુંં હતું- નવા બાન લગાવવામાં આવી રહ્યા છે. યુએન ક્ધવેન્શન ઓન લો ઓફ ધી સીનો ભંગ કરીને સમુદ્રમાં ટેન્કરો સામે જંગ છેડવામાં આવી રહી છે. તેઓ ભારત અને અમારા બીજા ભાગીદારોને સસ્તુ, વ્યાજબી રશિયન એનર્જી સોર્સ ખરીદવા પાર બાનની કોશિષ કરી રહ્યા છે અને તેમને મોટી કિંમતે યુએસ એલએનજી ખરીદવા મજબૂર કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ