આગની દુર્ઘટના પર પીએમ મોદીએ દુ:ખ વ્યકત કર્યું; બે-બે લાખની સહાય જાહેર કરી
આજે સવારે દિલ્હીના પાલમ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા ત્રણ બાળકો સહિત 9 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ દર્દનાક આગની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળે 30 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓએ પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આગના કારણનો હજુ પતો નથી લાગ્યો પરંતુ શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું અનુમાન છે.
આગ લાગી ત્યારે એવા ખોફનાક દ્દશ્યો સર્જાયા હતા કે જીવ બચાવવા લોકો બે લોકો ઈમારત પરથી નીચે કૂદયા હતા. જયારે એક બાળકને તેનો જીવ બચાવવા ઉપરથી નીચે ફેંકવામાં આવ્યું હતું. નીચે ઉભેલા લોકોએ બાળકને ઝીલી લીધુ હતુ અને તેને તેમજ ઉપરથી નીચે પડેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આગ લાગી ત્યારે ઈમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સવારે 7 વાગ્યે અમને આગ લાગ્યાની સૂચના મળી હતી સૂચના મળતા જ 30 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે 30 મિનિટ મોડી પહોંચી હતી. ટેકનીકલ ક્ષતિના કારણે તેમના સાધનો કામ નહોતા કરી શકયા. આગની આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યકત કયુર્ં હતું અને મૃતકોના પરિવારોને બે બે લાખની સહાય જાહેર કરી છે. આગની ઘટના સવારે 6-40 વાગ્યે બની ત્યારે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા. અહેવાલો અનુસાર સવારે આગ ત્યારે લાગી જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોસ્મેટિક દુકાનમાં આગ લાગી. આગ ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ હતી.અહેવાલો અનુસાર, આગ લાગી ત્યારે કુલ 18 લોકો ઘરની અંદર હતા. તેમાંથી કેટલાકે પોતાનો જીવ બચાવવા માટે ઉપરના માળેથી કૂદી પડ્યા હતા. જોકે, આગમાં એકમાત્ર બહાર નીકળવાનો રસ્તો હોવાથી, ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગ્યા પછી કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હતી, અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીના પાલમમાં ઇમારતમાં લાગેલી આગની પણ નોંધ લીધી છે. તેમણે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. રેખા ગુપ્તાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર લખ્યું છે – “પાલમમાં ઇમારતમાં લાગેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટના વિશે જાણીને ખૂબ જ દુ:ખ થયું છે.
