કલંકિત જનપ્રતિનિધીઓ સન્માનને લાયક છે?

જનપ્રતિનિધિઓનું સન્માન એ જનતાનું સન્માન છે, મહારાષ્ટ્ર સરકારે જનપ્રતિનિધિઓના સન્માનમાં કરેલો નવો પ્રોટોકોલ સ્વાગત યોગ્ય છે, કોઇપણ જનપ્રતિનિધી કલંકિત હશે તો ત્ોમન્ો હવે સન્માન મળશે નહીં

લોકશાહીમાં કોઇ પણ રાજકીય પક્ષ હોય પરંતુ જનપ્રતિનિધિનું વધુ મહત્વ હોય છે, આ વાત એટલા માટે કે ત્ોઓ જનતાના પ્રતિનિધિ છે જનપ્રતિનિધિનું સન્માન એ જનતાનું સન્માન છે આથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સ્વાગતન્ો લઇ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે.
દૃરમ્યાન ક્યારેક જનપ્રતિનિધિઓની ફરિયાદૃો પ્રજા સમક્ષ આવતી હોય છે કે ત્ોમન્ો પ્રોટોકોલ મુજબ સન્માન મળતું નથી. ખાસ કરીન્ો સરકારી અધિકારીઓ દ્વારા ત્ોમન્ો યોગ્ય સન્માન મળતું નથી.
આથી જનપ્રતિનિધીઓન્ો સન્માન આપવાના નિયમો બનાવતી વેળા સમયે-સમયે આ બાબતનું ધ્યાન રાખવું એવા નિર્દૃેશો સરકારી સ્તર પર મોકલવામાં આવતા હોય છે. ખાસ કરીન્ો લોકસ્ોવકોન્ો એ યાદૃ અપાવવા માટે કે જનપ્રતિનિધીન્ો સન્માન આપતી વેળા કેવું વર્તન કરવું જરૂરી છે.
સ્વાગત-સન્માનના તમામ નિર્દૃેશો વચ્ચે પ્રજા અને સરકારી અધિકારીઓ એવી આશા રાખતા હોય છે કે, ત્ોઓ પ્રજા સાથે પ્રમાણિક વ્યવહાર કરે અને ત્ોમની જાહેર છબી સ્વચ્છ હોય.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રોટોકોલમાં કરવામાં આવેલો બદૃલાવ યોગ્ય છે અન્ો ત્ોનું તમામ સ્તરે સ્વાગત કરવું જોઇએ કોઇ જનપ્રતિનિધી કલંકિત હોય તો અફસરો ત્ોમન્ો પ્રોટોકોલ મુજબ સન્માન આપશે નહીં.
મતલબ કે અફસરો હવે કલંકિત જનપ્રતિનિધિઓનું સન્માન કરશે નહીં તથા પોલીસ હવે ત્ોમન્ો સલામ કરશે નહીં. ભારત એક લોકશાહી દૃેશ છે અન્ો દૃેશમાં દૃરેક કાયદૃા દૃરેક નાગરિકો માટે સમાન છે. અન્ો જો કોઇ વ્યક્તિ ગુનો કરે તો સજાની જોગવાઇ પણ કાયદૃા મુજબ કોર્ટ દ્વારા કરવામાં આવતી હોય છે.
બીજી તરફ જ્યારે કોઇ જનપ્રતિનિધિ કોઇપણ મામલામાં દૃોષિત હોય અથવા ત્ોમની સામે કોઇ તપાસ થતી હોય, કોર્ટમાં ત્ોમની સામે અપીલ થઇ હોય કે કેસ ચાલતો હોય તો ત્ોમના સન્માનમાં ઉભુ રહેવું સરકારી અધિકારીઓ માટે યોગ્ય નથી.
કોઇ પોલીસ અધિકારીન્ો ગુનાના પ્રકરણમાં તપાસની વેળા હાજર રહેલા જનપ્રતિનિધિન્ો સલામ કરવી પડે તો આ બાબતથી પોલીસનું મનોબળ ત્ાૂટી જાય છે આથી આ બાબત જરૂરી છે કે, કલંકિત જનપ્રતિનિધિઓના મામલામાં સંબંધિત અધિકારી સામાન્ય નાગરિકની માફક ત્ોમની પ્રત્યે વ્યવહાર કરે.
ચૂંટણી સંબંધી પ્રક્રિયા દૃરમ્યાન આ મુજબના વ્યવહારની અપ્ોક્ષા રાખવામાં આવે છે બીજી તરફ જે કલંકિત જનપ્રતિનિધઓ છે ત્ોમણે ન્ૌતિકતાના આધારે સરકારી અધિકારીઓ તથા પ્રજા પાસ્ોથી સન્માનની અપ્ોક્ષા રાખવી જોઇએ નહીં.
લોકશાહીમાં કલંકિત વ્યક્તિઓ જનપ્રતિનિધિ બની ન શકે ત્ો માટે જનપ્રતિનિધિત્વ કાયદૃામાં જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે પરંતુ આ કાયદૃામાં આજના સમયમાં ફેરફાર કરવાની જરૂર છે.
આવું ઘણી વાર જોવા મળ્યું છે કે, ઘણી વખત ચૂંટણી જીતી લીધા પછી જનપ્રતિનિધિ સામે દૃુષ્કર્મ અને હત્યા જેવા મામલાઓ નોંધાતા હોય છે એવું બની શકે કે, તપાસ દૃરમ્યાન ત્ોમની સામે કોઇ કેસ પ્ાૂરવાર થયો ન હોય કોઇ પણ વ્યક્તિ ત્યારે કાયદૃાકીય રીત્ો ગુન્ોગાર ગણાય જ્યારે ત્ોની સામેનો કેસ કોર્ટમાં પ્ાૂરાવા સાથે પ્ાૂરવાર થાય પરંતુ કાયદૃાની નજરમાં ત્ો નિર્દૃોષ ગણાતો નથી આથી સરકારી અધિકારીઓ પાસ્ો સન્માનની અપ્ોક્ષા રાખવી જોઇએ નહીં.
આ પ્રશ્ર્ન માત્ર મહારાષ્ટ્રનો નથી સમગ્ર ભારતના જનપ્રતિનિધિઓના પ્રોટોકોલમાં આ જોગવાઇ અનિવાર્ય સ્વરૂપ્ો કરવી જોઇએ. લોકશાહીમાં જનપ્રતિનિધિની ભૂમિકા માત્ર ચૂંટણી જીતવા પ્ાૂરતી નથી પરંતુ પોતાની છબી સ્વચ્છ રાખવી જરૂરી છે.
દૃેશની ન્યાય પ્રણાલિમાં જ્યા સુધી કોઇ વ્યક્તિ પરનો દૃોષ અથવા ગુનો કોર્ટમાં પ્ાૂરવાર થતો નથી ત્યાં સુધી ત્ોન્ો નિર્દૃોષ માવનામાં આવે છે આ વાતનો ફાયદૃો ઉઠાવીન્ો ન્ોતાઓ વર્ષો સુધી ચૂંટણી પણ લડે છે અને પ્રજા તથા સરકારી અધિકારીઓ પાસ્ોથી સન્માન પણ મેળવતા હોય છે અને સત્તાની ખૂરશી પર વર્ષો સુધી ચિટકી રહે છે. ઘણી વખત રાજન્ોતાઓ પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખાવ માટે અન્યન્ો ડરાવે છે તથા લાલચ આપતા હોય છે. આથી જે લોકો ત્ોમના પ્રભાવમાં આવે છે ત્ોઓ ના છૂટકે ત્ોમન્ો ‘નકલી સન્માન આપતા હોય છે.
જે વાસ્તવિક રીત્ો ત્ોમના પ્રત્યેનું સન્માન હોતું નથી પરંતુ ત્ોમનો પ્રભાવ, વ્યકત કરવામાં આવેલો ડર અથવા પ્રલોભનનું પરિણામ હોય છે.

રિલેટેડ ન્યૂઝ