અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે 13 લાખની સહાય


રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ 86 મરણથી વ્યક્ત કરાતી સંવેદના

રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ મરણથી શ્રી મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં અકસ્માતોમાં જીવ ગુમાવનાર 86 વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે વારસદારોને કુલ રૂપિયા 12,90,000 અર્પણ થશે.
દિવસે દિવસે અલગ અલગ આપદા દુર્ઘટનામાં મરણ થઈ રહ્યાં છે, ત્યારે તાજેતરમાં
રાજ્ય અને દેશમાં આ રીતે થયેલ મરણથી શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરાઈ છે. આ જીવ ગુમાવનારના પરિવાર વારસદારોને રૂપિયા 15 હજાર લેખે સહાનુભૂતિ સહાય રૂપે કુલ રૂપિયા 12,90,000 અર્પણ થશે, તેમ શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા જણાવાયું છે.
આ આકસ્મિક દુર્ઘટનાઓમાં રાજસ્થાનમાં ચુરૂ વિસ્તારમાં લગ્નની જાનના અકસ્માતમાં 3 વ્યક્તિ, મહારાષ્ટ્રમાં ભંડારા જિલ્લામાં અધલ ગામ પાસે લગ્ન પ્રસંગમાં વાહન અથડાતાં 5 વ્યક્તિ, ગાંધીનગરમાં એક નાળા પાસે અકસ્માતમાં 2 વ્યક્તિ, કાલોલ પાસે દિલ્લી મુંબઈ ધોરીમાર્ગ પર વડોદરાના પરિવારની 4 વ્યક્તિ, દ્વારકાના વરવાડામાં એક ધાર્મિક પ્રસંગમાં કૂવામાં પડી જતાં રાજકોટનાં દેવીપૂજક શ્રમિક પરિવારના 2 બાળકો, જસદણ આલણસાગર તળાવમાં ન્હાવા પડેલાં ડૂબી જતાં બાખલવડ ગામનાં 4 બાળકો, ગોંડલ પાસે ધોરીમાર્ગ પર ગુંદાળા ચોકડી પર વાહન અકસ્માતમાં શ્રમિક પરિવારની 2 વ્યક્તિ, કર્ણાટકમાં બેંગલુરુમાં દવાખાનામાં દિવસ ઘસી પડતાં બાળકો સહિત 7 વ્યક્તિ, મધ્યપ્રદેશનાં ઈન્દોર અમદાવાદ ધોરીમાર્ગ પર ધાર વિસ્તારમાં શ્રમિકોને થયેલાં અકસ્માતમાં 14 વ્યક્તિ, ધ્રાંગધ્રા પાસે નર્મદા નહેરમાં વાહન પડતાં હળવદની 1 વ્યક્તિ, મધ્યપ્રદેશમાં જબલપુર પાસે બરગી જળાશયમાં નાવ ડૂબતાં છેલ્લી વિગત મુજબ દિલ્લી સહિતની 13 વ્યક્તિ, ભાવનગર જિલ્લાનાં તળાજા પાસે વાહન અકસ્માતમાં બાજુનાં શોભાવડ ગામની 1 વ્યક્તિ, ધોળકા બગોદરા માર્ગ પર અકસ્માતમાં બારેજાથી ભામસરા જઈ રહેલ 4 વ્યક્તિ, હૈદરાબાદ પાસે એક પરિવારને નડેલા વાહન અકસ્માતમાં 6 વ્યક્તિ, ઉત્તરપ્રદેશ તથા બિહારમાં વાવાઝોડા વરસાદની પરિસ્થિતિ સર્જાતાં 18 વ્યક્તિ, આમ આ રીતે 86 વ્યક્તિઓએ અલગ અલગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે.
છેલ્લાં પખવાડિયા દરમિયાન આ અકસ્માત દુર્ઘટનામાં કુલ 86 વ્યક્તિઓએ જીવ ગુમાવતાં રૂપિયા 15 હજાર લેખે મરણ પામનારના વારસદાર પરિવારને કે અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જમા કરાવી જે તે પરિવાર સુધી પહોંચાડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ