કલ્યાણપુરના લાંબા ગામેથી પાંચ જુગારીને ઝડપતી પોલીસ

પોલીસે રૂા.22,200નો મુદ્દામાલ કબ્જે કર્યો

કલ્યાણપુરના લાંબા ગામે ચાલી રહેલી જુગારની મહેફીલ પર પોલીસે દરોડો પાડી પાંચને ઝડપી લઇ રૂા.22200નો મુદામાલ કબજે કર્યો છે.
કલ્યાણપુર તાબેના લાંબા ગામના ખરખડી વિસ્તારમાંથી સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી જુગાર દરોડાની કાર્યવાહીમાં પોલીસે કચરા નથુભાઈ ચેતરીયા, પંકજ જેરામભાઈ કોરીયા, દિપક નટવરલાલ કાનાણી, મુરૂ ભીમશીભાઈ ગોજીયા અને પીઠા નારણભાઈ ચેતરીયા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસને રૂ. 11,220 ની રોકડ રકમ તથા રૂ. 11,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 22,220 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં પી.એસ.આઈ. એન.એન. વાળા એ.એસ.આઈ. વી.કે. પોસ્તરીયા તેમજ ટીમના સદસ્યો જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ