જાયન્ટ્સ ગુ્રપ ઓફ બોટાદ દ્વારા ચકલીના માળાનું વિતરણ

પાણીના કુંડાનું પણ વિતરણ કરાયું

બોટાદ શહેરમાં માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાને પ્રતિબિંબિત કરતી એક સુંદર પહેલ કરવામાં આવી હતી. જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ ગોકુળ મેડિકલ , પાળીયાદ રોડ ઉપર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ચકલી માટે ખાસ તૈયાર કરાયેલા માળા અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા, જેથી ઉનાળામાં પક્ષીઓને આશરો અને પીવાનું પાણી સરળતાથી મળી રહે. કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ ડો પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશન ઓફિસર નિલેશભાઈ કોઠારી,સી.એલ. ભીકડીયા, પૂર્વ પ્રમુખ માધવજીભાઈ માણીયા ,લાલજીભાઈ કળથીયા ,ગ્રુપના વી.પી.દીપકભાઈ માથુકિયા અને પરેશભાઈ દરજી, ડી.એ.દર્શનભાઈ પટેલ, ડી.એફ.વિજયભાઈ વાળા, એસ એમ ઓ રાજુભાઈ ડેરૈયા મેમ્બર સંજયભાઈ પટેલ,અતુલભાઈ વાધેલા, મુકેશભાઈ જોટાણીયા, વિજયભાઈ ઝીંઝુવાડીયા, મહેશભાઈ શાહ,સમીરભાઈ દોશી,ચેતનભાઈ જોષી, ડો.સોનાણી અને વિશાળ સંખ્યામાં સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ